નેટફ્લિક્સે એડ કરી નવી હિન્દી ઇન્ટરફેસ, હવે હિન્દીમાં ચાલશે નેટફ્લિક્સ

August 08, 2020
 292
નેટફ્લિક્સે એડ કરી નવી હિન્દી ઇન્ટરફેસ, હવે હિન્દીમાં ચાલશે નેટફ્લિક્સ

નેટફ્લિક્સે યુઝર્સ માટે હિન્દી યુઝર્સ ઇન્ટરફેસની જાહેરાત કરી દીધી છે. હવે લોકપ્રિય સ્ટ્રીમીંગ પ્લેટફોર્મની નવી ભાષા સપોર્ટ હવે મોબાઈલ, ટીવી અને વેબ સંસ્કરણો પર ઉપલબ્ધ થશે. ભારતની બહાર પણ નેટફ્લિક્સે યુઝર્સ માટે હિન્દી યુઝર્સ ઇન્ટરફેસ ઉપલબ્ધ થશે. ત્યાર બાદ નેટફ્લિક્સ યુઝર્સ હિન્દી ભાષામાં સાઈન અપ, સર્ચ અને પેમેન્ટ કરી શકશે. હિન્દી સપોર્ટને શરુ કરવા માટે યુઝર્સને પોતાના નેટફ્લિક્સના મેનેજ એકાઉન્ટ પર જઈને ભાષા પસંદ કરવાની જરૂરત પડશે. નેટફ્લિક્સમાં સબ્સક્રાઈબર્સની પાંચ પ્રોફાઈલ હોય છે અને દરેક પ્રોફ્રાઈલની પોતાની અલગ ભાષા હોઈ શકે છે.

નેટફ્લિક્સ ઇન્ડિયા કન્ટેન્ટ વીપી મોનિકા શેરગીલે કહ્યું છે કે, “સારી સામગ્રી પૂરી પાડવાની સાથે સાથે, વપરાશકર્તાને સારો અનુભવ પ્રદાન કરવો પણ એટલું જ મહત્વનું છે. અમારું માનવું છે કે, નવા યુઝર્સ ઈન્ટરફેસ હિન્દી પસંદ કરનાર યુઝર્સ માટે નેટફ્લિક્સને સુલભ બનાવશે.”

નેટફ્લિક્સ સતત ભારતમાં પોતાના યુઝર્સ વધારવા માટે કામ કરી રહી છે અને અ નવી ઇન્ટરફેસ પણ તેમાંથી એક ભાગ છે. કંપનીએ પોતાની રિલીઝમાં જણાવ્યું છે કે, નેટફ્લિક્સ સતત ભારતીય ફિલ્મો અને સીરીઝોમાં ઇન્વેસ્ટ કરી રહી છે.

નેટફ્લિક્સ પહેલા જ આવનાર ૧૭ ભારતીય પ્રોડક્ટની જાહેરાત કરી ચુક્યા છે જેમાં લૂડો, અ સુટેબલ બોય અને આવનારી ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગીલ ગર્લ સામેલ છે. બીજા ઓનલાઈન વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મની જેમ નેટફ્લિક્સ સતત ભારતીય યુઝર્સ માટે પોતાની સર્વિસોને સરળ કરી રહી છે અને નવા ઇન્ટરફેસ અને ફિલ્મો સિવાય નેટફ્લિક્સ ભારતીય યુઝર્સ માટે ઘણા સસ્તા આકર્ષક પ્લાન્સ પણ લઈને આવ્યું છે.

Share: