એરટેલે પ્રસ્તુત કરી ૭૬ રૂપિયાની ફર્સ્ટ રિચાર્જ ઓફર

December 24, 2018
 391
એરટેલે પ્રસ્તુત કરી ૭૬ રૂપિયાની ફર્સ્ટ રિચાર્જ ઓફર

ટેલિકોમ સેક્ટરમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૭૬ રૂપિયાનો નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. નવા પ્લાનમાં યુઝર્સને ૨૬ રૂપિયાનો ટોક ટાઈમ મળે છે અને તેની વેલીડીટી ૨૮ દિવસની છે. આ નવા ૭૬ રૂપિયાના ફર્સ્ટ રિચાર્જ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબી ૩જી/૪જી ડેટાની સાથે ૬૦ પૈસા પ્રતિ મિનીટ દરથી લોકલ અને એસટીડી કોલ્સ પણ મળશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં એરટેલે પોતાના ફર્સ્ટ રિચાર્જ પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. ફેરફાર કરેલ પ્લાન૧૭૮ રૂપિયાથી શરૂ થાય છે અને ૫૫૯ રૂપિયા સુધી જાય છે.

૧૭૮ રૂપિયાના પ્લાનમાં ૨૮ દિવસની વેલીડીટી સાથે ૧ જીબી ૩જી/૪જી ડેટા મળે છે. તેની સાથે જ ૨૨૯ રૂપિયામાં ૨૮ દિવસની વેલીડીટી સાથે આવે છે, પરંતુ તેમાં ૧.૪ જીબી ડેટા પ્રતિદિવસ મળે છે. જયારે ૪૯૫ રૂપિયા પ્લાન ૧.૪ જીબી ડેટા પ્રતિ દિવસના દરથી મળે છે, પરંતુ આ ૮૪ દિવસની વેલીડીટી સાથે આવે છે.

તમને જણાવી દઈએ કે, આ સમયે માર્કેટમાં લગભગ બધી ટેલિકોમ કંપનીઓ યુઝર્સને પોતાની તરફથી આકર્ષિત કરવા માટે નવા-નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. એવામાં જોવાનું રહેશે કે, કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: