
ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૨૦ નો ડેટા જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે, ૪જી ડાઉનલોડિંગ સ્પીડની બાબતમાં રિલાયન્સ જિયો સૌથી શાનદાર રહી છે. તેના સિવાય એરટેલ અને વોડાફોનની ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં સુધાર જોવા મળ્યો છે. જૂનની સરખામણીમાં આ બંને કંપનીઓનું પ્રદર્શન જુલાઈમાં સારુ રહ્યું, પરંતુ આઈડિયાની ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં ઘટાડો આવ્યો છે.
રિલાયન્સ જિયો ૧૬.૫ એમબીપીએસની ૪જી ડાઉનલોડિંગ સ્પીડ સાથે સૌથી શાનદાર રહી છે. અપલોડ સ્પીડની વાત કરીએ તો તેમાં કોઇપણ ટેલીકોમ ઓપરેટરની સર્વિસમાં ગ્રોથ જોવા મળ્યો નથી.
વોડાફોને જુલાઈમાં પોતાની ૪જી ડાઉનલોડિંગ સ્પીડમાં સારી લીડ પ્રાપ્ત કરી છે. કંપનીની ડાઉનલોડ સ્પીડ જૂનમાં ૭.૫ એમબીપીએસ હતી, જોકે જુલાઈમાં વધીને ૮.૩ એમબીપીએસ થઈ ગઈ છે. જો એરટેલની વાત કરીએ તો તેની ૪જી ડાઉનલોડિંગ સ્પીડ જુલાઈમાં ૭.૩ એમબીપીએસ રહી જે જૂનમાં ૭.૨ એમબીપીએસની હતી. જ્યારે આઈડિયાની વાત કરીએ તો તેની ૪જી ડાઉનલોડ સ્પીડ જુલાઈમાં ઘટીને ૭.૯ એમબીપીએસ થઈ ગઈ જોકે ઝૂમમાં આ ૮ એમબીપીએસ રેકોર્ડ થઈ હતી.