યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ઇન્ડીયન પ્રીમિયર લીગ ૨૦૨૦ માં ચીની કંપની વિવોની જગ્યા લેવા માંગે છે. તેનો અર્થ આઈપીએલ ૨૦૨૦ ના ટાઈટલ સ્પોન્સરની દોડમાં તે પણ સામેલ થઈ ગઈ છે. કંપનીએ તેની પુષ્ટિ પણ કરી દીધી છે. જ્યારે, એમઝોન, ટાટા અને રિલાયન્સ ઇંન્ડસ્ટ્રીઝ લીમીટેડ પણ આઈપીએલ ૨૦૨૦ નું ટાઈટલ સ્પોન્સર બનવા માંગે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ ૨૦૨૦ ના ટાઈટલ સ્પોન્સરશીપ રાઈટ્સ માટે ૧૦ ઓગસ્ટથી એક્સપ્રેશન ઓફ ઈંટરેસ્ટ (ઈઓઆઈ) માંગે છે. રસ ધરાવતી પાર્ટીઓ ૧૪ ઓગસ્ટ સુધીમાં તેમની અરજીઓ મોકલી શકે છે.
2. યોગગુરુ બાબા રામદેવ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ કહ્યું છે કે, અમે આ વર્ષે આઇપીએલ ટાઇટલની સ્પોન્સરશીપ મેળવવાની વિચારણા કરી રહ્યા છીએ. અમે પતંજલિ બ્રાંડને એક વેશ્વિક મંચ પર લઇ જવા માંગીએ છીએ. આ સંબંધમાં અમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને એક પ્રસ્તાવ મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
વાસ્તવમાં, ચીની મોબાઈલ ફોન નિર્માતા કંપની વિવોએ આઈપીએલ ૨૦૨૦ માટે તેમની ટાઈટલ સ્પોન્સરશીપ છોડી દીધી છે. બીસીસીઆઈએ પણ શનિવારે એટલે ૮ ઓગસ્ટ ૨૦૨૦ તેની મંજૂરી આપી દીધી હતી. એવામાં બીસીસીઆઈને આઈપીએલ ૨૦૨૦ ના ટાઈટલ સ્પોન્સરશીપ માટે નવા પ્રાયોજકની શોધ છે. જ્યારે જિયો, એમેઝોન, ટાટા ગ્રુપ, ડ્રીમ ૧૧, અદાણી ગ્રુપ અને એજ્યુકેશન સ્ટાર્ટ-અપ બાયજુસ સહિત ઘણા નામ આઈપીએલ પ્રયોજન રાઈટ્સ પ્રાપ્ત કરવાના સંભવિત ઉમેદવારો તરીકે સામે આવી રહ્યા છે.
3. યોગગુરુ બાબા રામદેવ
તમને જણાવી દઈએ કે, વીવો ટાઈટલ સ્પોન્સરશીપ માટે દરેક વર્ષે બીસીસીઆઈને ૪૪૦ કરોડ રૂપિયાની ચુકવણી કરતી હતી. કોરોનાવાયરસના કારણે આ સમયે બજારની પરીસ્થિતિ સારી નથી, એટલા માટે બોર્ડ પણ સમજે છે કે, એક વર્ષ માટે કોઈ નવી કંપની કદાચ વિવો જેટલી ચુકવણી કરશે નહીં. સુત્રો અનુસાર, બોર્ડને ૧૮૦-૨૦૦ કરોડ રૂપિયાઈ વચ્ચે ડીલ ફાઈનલ થવાની આશા છે.