હવે ઘરે-ઘરે ઈન્ટરનેટ પહોંચાડશે બીએસએનએલ, લોન્ચ કર્યું આ ખાસ પોર્ટલ

August 11, 2020
 589
હવે ઘરે-ઘરે ઈન્ટરનેટ પહોંચાડશે બીએસએનએલ, લોન્ચ કર્યું આ ખાસ પોર્ટલ

ભારતની સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે લોકો સુધી સરળતાથી ઈન્ટરનેટ સર્વિસ પહોંચાડવા માટે ‘BookMyFiber’ પોર્ટલ લોન્ચ કર્યું છે. તેના દ્વ્રારા તમે ફાઈબર કનેક્શન માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ પોર્ટલને દુનિયાભરમાં બીએસએનએલના બધા ટેલીકોમ સર્કલ્સમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.

આવી રીતે કરો ફાઈબર કનેક્શન માટે આવેદન

જો તમે પણ ફાઈબર કનેક્શન લેવા માંગો છે તો તેના માટે તમારે ફક્ત ‘બુકમાયફાઈબર’ વેબસાઈટને ઓપન કરવી પડશે, ત્યાં જઈને તમારે પોતાની ડીટેલ ભરવી પડશે.

અહીં તમારા લોકેશન, સર્કલ, પીન કોડ, નામ, મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસની જાણકારી માંગી છે.

આ પોર્ટલને ઓપન કરતા જ ઓવર વ્યુ મેપ જોવા મળશે.

તેમાં આપેલ પોપ અપ ફંક્શનમાં તમે પોતાનું લોકેશન નાખી એડ્રેસ ટાઈપ કરો.

આટલી છે ફાઈબર પ્લાન્સની કિંમત

બીએસએનએલના બુકમાયફાઈબર પોર્ટલ પર તમે પોતાની આવશ્યકતાનુસાર ફાઈબર પ્લાન પસંદ કરી શકો છો. તેની કિંમત ૪૯૯ રૂપિયાથી શરુ થાય છે જેમાં તમને અનલીમીટેડ ડેટા સાથે અનલીમીટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. તેના સિવાય તેમને ૪૨૯ રૂપિયા, ૭૭૭ રૂપિયા, ૮૪૯ રૂપિયાથી લઈને ૨૪૯૯ રૂપિયા સધીનો પ્લાન્સનો વિકલ્પ પણ મળે છે. તમને જણાવી દઈએ કે, બીએસએનએલે પોતાની ફાઈબર ઓપ્ટિક બ્રોડબેન્ડ સર્વિસને વર્ષ ૨૦૧૯ માં લોન્ચ કર્યું હતું અને હવે તેને ધીરે-ધીરે સંપૂર્ણ દેશમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

Share: