આંદમાન અને નિકોબારમાં ઓપ્ટિકલ ફાઇબરનું કરવામાં આવ્યું ઉદઘાટન: શું છે તેના ફાયદા અને ટાપુ માટે કેમ છે મહત્વનું

August 11, 2020
 985
આંદમાન અને નિકોબારમાં ઓપ્ટિકલ ફાઇબરનું કરવામાં આવ્યું ઉદઘાટન: શું છે તેના ફાયદા અને ટાપુ માટે કેમ છે મહત્વનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદમાન અને નિકોબાર ટાપુઓ માટે દરિયાની નીચે ઓપ્ટિકલ ફાઇબર કેબલનું ઉદ્ઘાટન કર્યું છે. આ કેબલ ચાલુ થયા પછી આંદમાન અને નિકોબારમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટનું સપનું પૂર્ણ થશે અને સાથે વેપાર અને પર્યટનને પણ વેગ મળશે.

જણાવી દઈએ કે આ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ પીએમ મોદી દ્વારા ૨૦૧૮ માં શરૂ કરાયો હતો, હવે તેનું લોન્ચિંગ પણ તેમના દ્વારા જ કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગની સાથે જ એરટેલે ટાપુમાં અલ્ટ્રા ફાસ્ટ ૪જી સેવા શરૂ કરી દીધી છે. આ સાથે, એરટેલ આ ટાપુમાં અલ્ટ્રા ૪ જી સેવા શરૂ કરનાર દેશનો પ્રથમ મોબાઇલ ઓપરેટર બન્યો છે. ચાલો આપણે જાણીએ કે આ ઓપ્ટિકલ ફાઇબરના ફાયદા શું છે?

આ ઓપ્ટિકલ કેબલના ફાયદા

- સમુદ્રની અંદર ૨,૩૦૦ કિલોમીટર બિછાવેલી સબમરીન ઓપ્ટકલ કેબલ ૧,૨૨૪ કરોડનો ખર્ચ

- ૧૦ ગણી વધી બીએસએનએલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડ

- ૨૦ ગણી વધુ ડેટા ડાઉનલોડની સુવિધા

- ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ

- લોન્ચિંગ સાથે, તમામ બીએસએનએલ યોજનાઓની સ્પીડ ૨-૧૦ ગણી વધી ગઈ છે.

- એક મહિનામાં ૬૦ જીબીથી લઈને ૧૫૦૦ જીબી સુધીની ડેટા ડાઉનલોડ કરવાની સુવિધા

- પૅક પૂરા થયા પછીની સ્પીડ ૫૧૨ કેબીપીએસથી વધારીને ૨ એમબીપીએસ કરવામાં આવી.

-બીએસએનએલ એફટીટીએચ સબ્સ્ક્રાઇબર્સને ૧૦૦ એમબીપીએસની ઝડપથી ઇન્ટરનેટ

- ચેન્નઈ અને પોર્ટ બ્લેરમાં ૪૦૦ જીબીપીએસ અને પોર્ટ બ્લેયરની સાથે અન્ય ટાપુઓમાં ૨૦૦ જીબીપીએસ બેન્ડવિડ્થ ઈન્ટરનેટ પ્રદાન કરવામાં સક્ષમ છે આ કેબલ

કોને થશે ફાયદો

- ટેલિમેડિસિન અને ટેલિ-એજ્યુકેશન જેવી ઇ-ગવર્નન્સ સેવાઓના વિસ્તરણમાં સરળતા

- ટાપુમાં ઑનલાઇન અભ્યાસથી લઈને બેંકિંગ અને ખરીદીથી લઈને ટેલિમેડિસિન સુધીના ઉપહારો

- નાના ઉદ્યોગોને ઇ-ગવર્નન્સથી થશે લાભ

- તેના લોન્ચિંગની સાથે જ અંદમાન અને નિકોબાર દ્રીપ સમૂહમાં ઇન્ટરનેટની કિંમતમાં થશે ઘટાડો

Share: