ફેસબુકે કર્યો મોટો ફેરફાર, હવે યુઝર્સને મળશે આ ખાસ સુવિધા

February 23, 2020
 3773
ફેસબુકે કર્યો મોટો ફેરફાર, હવે યુઝર્સને મળશે આ ખાસ સુવિધા

ફેસબુક પર તમારી પોસ્ટને મળનારી લાઈકની સંખ્યા હવે તમારા મિત્રો અને અન્ય યુઝર્સને જોવા મળશે નહીં. ફેસબુકે જણાવ્યું છે કે, હવે તમારા મિત્રો તમારી લાઈકની સંખ્યાને જોઈ શકશે નહીં. ફેસબુકે Tag Suggestions ફીચરને પણ બદલી નાખ્યું છે. ફેસબુકનું કહેવું છે કે, આવી રીતની તસ્વીરો, વિડીયો અથવા કમેન્ટ્સ પર મળનારી લાઈકની સંખ્યાની રુચિ દુર કરશે અને લોકો પોસ્ટ પર સારી રીતે ધ્યાન આપી શકશે.

ફેસબકની માલિકની ‘ઇન્સ્ટાગ્રામ’ એ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, તે વિડીયોને જોનારાની સંખ્યા અને તેને લાઈક કરનારાઓની સંખ્યાને ઓછામાં ઓછા ૬ દેશમાં છુપાવવાનો પ્રયોગ કરી રહ્યા છે, જ્યાં એકાઉન્ટ ધારક તો લાઈકની સંખ્યા જોઈ શકશે પરંતુ બાકી લોકો તેને જોઈ શકશે નહીં. સોશિયલ નેટવર્કિંગ સાઈટના એક પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું છે કે, અમે ફેસબુકથી લાઈકની સંખ્યા છુપાવવા પર વિચાર કરી રહ્યા છે.

ફેસબુકે ફોટો અપલોડ કરવા પર ચહેરા ઓળખનાર પોતાના આ સોફ્ટવેરના પ્રયોગને બંધ કરવાનો નિર્ણય કર્યો છે જે યુઝર્સને Tag Suggestions આપતું હતું.

ફેસબુકે જણાવ્યું છે કે, તે ‘ટેગ’ સંબંધિત સૂચન આપવાની જગ્યાએ ચહેરા ઓળખવાની એવી સેટિંગ આપી રહી છે, જે માત્ર ટેગ કરવા માટે જ નહીં પરંતુ વિભિન્ન ઉપયોગ માટે ફોટોમાં લોકો ચહેરો ઓળખે છે. આ ફીચર યુઝર્સને મંગળવારથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફેસબુક યુઝર્સને ‘ટેગ સજેશન’ ના ફીચરની જગ્યાએ હવે ‘ફેસ રિફગ્રીશન સેટિંગ’ નો વિકલ્પ મળશે, જેને ‘ઓન અથવા ઓફ’ કરી શકાશે. Tag Suggestions ફીચરને લઈને ઈલીનોઇસમાં ફેસબુક સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને એક ફેડરલ અપીલ કોર્ટે આ બાબત પર વ્યવસ્થા આપી છે કે, સુનવણી કરવામાં આવી શકે છે.

Share: