બીએસએનએલે ગ્રાહકો માટે ફરીથી એક શાનદાર પ્લાન કર્યો લૉન્ચ, મળશે ૪૦૦ જીબી ડેટા

August 13, 2020
 611
બીએસએનએલે ગ્રાહકો માટે ફરીથી એક શાનદાર પ્લાન કર્યો લૉન્ચ, મળશે ૪૦૦ જીબી ડેટા

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે બીએસએનએલ એ તેની સૌથી ખાસ ૫૨૫ રૂપિયા વાળી ભારત ફાઇબર બીબી કૉમ્બો યોજનાને ફરીથી લૉન્ચ કરી છે. આ યોજના ગ્રાહકો માટે ૭ નવેમ્બર ૨૦૨૦ સુધી ઉપલબ્ધ રહેશે. આ યોજનામાં ગ્રાહકોને ૪૦૦ જીબી ડેટા મળશે. તમને જણાવી દઈએ કે કંપનીએ હાલમાં હરિયાણા સર્કલમાંથી આ યોજના હટાવી દીધી છે.

બીએસએનએલનો ૫૨૫ રૂપિયા વાળો પ્લાન

બીએસએનએલના વપરાશકર્તાઓને આ યોજનામાં ૨૫ એમબીપીએસની ઝડપે ૪૦૦ જીબી ડેટા મળશે. તેની સાથે યુઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ સુવિધા પણ આપવામાં આવશે. ઉપરાંત આ યોજનાને માસિક, વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક આધારે ખરીદી શકાય છે.

બીએસએનએલની અન્ય યોજનાઓ વિશેની માહિતી

બીએસએનએલ નો ૩૬૫ રૂપિયા વાળો પ્લાન

બીએસએનએલે આ પ્લાનને જૂન મહિનામાં શરૂ કરી હતી. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટા મળશે. સાથે, વપરાશકર્તાઓ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ કરી શકશે. જો કે, આ યોજના પર ૨૫૦ મિનિટની ફેયર પૉલિસી અમલમાં રહેશે. આ સાથે, વપરાશકર્તાઓને યોજના સાથે વ્યક્તિગત રિંગ બેંક ટોનનું સબ્સ્ક્રિપ્શન મફત આપવામાં આવશે.

બીએસએનએલનું વર્ક ફોર્મ હોમ વાઉચર્સ

કંપનીએ હાલમાં જ તેના ગ્રાહકો માટે વર્ક ફ્રોમ હોમ વાઉચર્સ લોન્ચ કર્યા છે. આ વાઉચરોની કિંમત ૧૫૧ અને ૨૫૧ રૂપિયા છે. આ વાઉચરોમાં યુઝર્સને ૪૦ જીબી અને ૩૦ જીબી ડેટા મળશે. જો કે, આ વાઉચરોમાં કૉલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જયારે બીજી બાજુ, કંપનીના ૨૪૭ રૂપિયા અને ૧,૯૯૯ રૂપિયાની યોજનાઓની ઉપલબ્ધતામાં વધારો કર્યો હતો.

બીએસએનએલનો ૧૪૭ રૂપિયા વાળો પ્લાન

કંપનીએ આ મહિનાની શરૂઆતમાં ૧૪૭ રૂપિયાની યોજના શરૂ કરી હતી. આ પ્લાનમાં યુઝર્સને ૧૦ જીબી ડેટા મળશે. આ સિવાય યુઝર્સ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલિંગ કરી શકશે. સાથે વપરાશકર્તાઓને વિના મૂલ્યે બીએસએનએલની ટ્યૂન્સની સુવિધા કરવામાં આવશે. જયારે, આ પેકની માન્યતા ૩૦ દિવસની છે.

Share: