
લોકડાઉનના કારણે બીએસએનએલની માંગ વધી ગઈ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, મોટાભાગના લોકો શહેરથી ગામમાં આવ્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં બીએસએનએલની કનેક્ટિવિટી સારી છે. આ માંગને જોતા કંપનીએ ૮૦ દિવસ વાળો એક સસ્તો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેની કિંમત અન્ય કંપનીઓના પ્લાનથી ઓછી છે.
બીએસએનએલના આ નવા પ્રીપેડ પ્લાનની કિંમત ૩૯૯ રૂપિયા છે. આ પ્લાનમાં તમને ૮૦ દિવસની વેલીડીટી મળશે. આ પ્લાનમાં પ્રતિદિવસ ૨૫૦ મિનીટ કોલિંગ મળશે. આ પ્લાનમાં તમને દરરોજ ૧ જીબી ડેટા પણ મળશે. આ પ્લાનમાં લોકધૂન કન્ટેન્ટ ફ્રી મળશે અને દરરોજ ૧૦૦ એસએમએસની પણ સુવિધા મળશે. પ્લાન ૧૫ ઓગસ્ટથી ચાલુ થઈ જશે.
હવે બંધ થનાર પ્લાનની વાત કરીએ તો કંપનીએ પોતાના ૩૯૯ રૂપિયા અને ૧૬૯૯ રૂપિયા વાળા પ્લાનને બંધ કરી દીધો છે એટલે ૧૫ ઓગસ્ટથી આ પ્લાન બંધ થઈ જશે અને ૩૯૯ રૂપિયા વાળો નવો પ્લાન એક્ટીવેટ થઈ જશે. તમને જણાવી દઈએ કે, બીએસએનએલનો આ નવો પ્લાન તેમ છતાં ચેન્નાઈ અને તમિલનાડુ સર્કલ માટે રહેલો છે અને જ્યારે જે પ્લાન બંધ થયો છે તે પણ આ બે સર્કલનો છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ બીએસએનએલે ચેન્નાઈ સર્કલમાં ૧૪૭ રૂપિયાનો પ્લાન પ્રસ્તુત કર્યો છે જેના હેઠળ ગ્રાહકોને બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ મળી રહી છે. આ પ્લાનની વેલીડીટી ૩૦ દિવસની છે. આ પ્લાન સાથે ગ્રાહકોને કુલ ૧૦ જીબી ડેટા પણ મળશે.
આ નવા પ્લાન સિવાય કંપનીએ ૨૪૭ રૂપિયાના પ્લાનને અપડેટ કર્યો છે ત્યાર બાદ તેની વેલીડીટી ૩૬ દિવસની થઈ ગઈ છે. આ અગાઉ તેની વેલીડીટી ૩૦ દિવસની છે. જ્યારે ૧૯૯૯ રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી ૪૩૯ દિવસની કરી દીધી છે.