૬ પ્લાન્સ સાથે લોન્ચ કરવામાં આવી રિલાયન્સ જિયો ફાઈબર સર્વિસ

October 20, 2019
 2035
૬ પ્લાન્સ સાથે લોન્ચ કરવામાં આવી રિલાયન્સ જિયો ફાઈબર સર્વિસ

રિલાયન્સે ૬ પ્લાન્સ સાથે અંતે જિયો ગીગાફાઈબર સર્વિસને ભારતમાં આધિકારિક તરીકે લોન્ચ કરી દીધી છે. આ પ્લાન્સને બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ, પ્લેટિનમ અને ટાઇટેનિયમ નામથી લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહક આ પ્લાન્સને માસિક અને વાર્ષિક બંને ઓપ્શનમાં ખરીદી શકશે. આવો જાણીએ જિયો ફાઈબરના ક્યા પ્લાનમાં શું-શું ગ્રાહકને મળશે. આ બધા પ્લાન્સની સાથે દુનિયાભરમાં ફ્રી વોઈસ કોલિંગની સુવિધા પણ મળશે.

બ્રોન્ઝ પ્લાન : આ પ્લાનની માસિક કિંમત ૬૯૯ રૂપિયા રાખવામાં આવી છે જેમાં ગ્રાહકને ૧૦૦ એમબીપીએસની સ્પીડ સાથે ૩૦ દિવસ માટે અનલીમીટેડ ડેટા (૧૦૦ જીબી+૫૦જીબી એક્સ્ટ્રા) મળશે. ગ્રાહક આ વાર્ષિક પ્લાનને ૮,૩૮૮ રૂપિયા માં ખરીદી શકશે. આ પ્લાનમાં વેલકમ ઓફર હેઠળ જિયો હોમ ગેટવે અને ૪કે સેટ-ટોપ બોક્સ અને ફ્રીમાં બ્લુટુથ સ્પીકર મળશે.

સિલ્વર પ્લાન : આ પ્લાનની માસિક કિંમત ૮૪૯ રૂપિયા રાખવામાં આવી છે જેમાં ગ્રાહકને ૧૦૦ એમબીપીએસની સ્પીડ સાથે ૩૦ દિવસ માટે અનલીમીટેડ ડેટા (૨૦૦ જીબી+૨૦૦ જીબી એક્સ્ટ્રા) મળશે. આ વાર્ષિક પ્લાનની કિંમત ૧૦,૧૮૮ રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકને વેલકમ ઓફર હેઠળ જિયો હોમ ગેટવે, ૪કે સેટ-ટોપ બોક્સ અને બ્લુટુથ સ્પીકર મળશે.

ગોલ્ડ પ્લાન : આ ૧૨૯૯ રૂપિયા વાળા માસિક પ્લાનમાં ગ્રાહકને ૨૫૦ એમબીપીએસની સ્પીડની સાથે ૩૦ દિવસ માટે અનલીમીટેડ (૫૦૦ જીબી+૨૫૦ જીબી એક્સ્ટ્રા) ડેટા મળશે. આ વાર્ષિક પ્લાનની કિંમત ૩૧,૧૭૬ રૂપિયા રાખવામાં આવી છે. વેલકમ ઓફર હેઠળ આ પ્લાનમાં ગ્રાહકને ૨૪ ઇંચની એચડી ટીવી, જિયો હોમ ગેટવે અને ૪કે સેટ-ટોપ બોક્સ મળશે.

ડાયમંડ પ્લાન : આ પ્લાનની માસિક કિંમત ૨૪૯૯ રૂપિયા રાખવામાં આવી છે જેમાં ગ્રાહકને ૫૦૦ એમબીપીએસની સ્પીડ સાથે ૩૦ દિવસ માટે અનલીમીટેડ (૧૨૫૦ જીબી+૨૫૦ જીબી એક્સ્ટ્રા) ડેટા મળશે. આ વાર્ષિક પ્લાનની કિંમત ૨૯,૯૮૮ રૂપિયા રાખવામાં આવી છે. વેલકમ ઓફર હેઠળ આ પ્લાનમાં ૨૪ ઇંચ એચડી ટીવી, જિયો હોમ ગેટવે અને ૪કે સેટ-ટોપ બોક્સ મળશે.

પ્લેટિનમ પ્લાન : આ ૩૯૯૯ રૂપિયા વાળા માસિક પ્લાનમાં ગ્રાહકને ૧ જીબીપએસ સ્પીડ સાથે અનલીમીટેડ (૨૫૦૦ જીબી) ડેટા મળશે. આ વાર્ષિક પ્લાનની કિંમત ૪૭,૯૮૮ રૂપિયા રાખવામાં આવી છે, વેલકમ ઓફર હેઠળ આ પ્લાનમાં ૩૨ ઇંચની એચડી ટીવી, જિયો હોમ ગેટવે અને ૪કે સેટ-ટોપ બોક્સ મળશે.

ટાઇટેનિયમ પ્લાન : આ માસિક પ્લાનની કિંમત ૮૪૯૯ રૂપિયા રાખવામાં આવી છે જેમાં ગ્રાહકને ૧ જીબીપીએસની સ્પીડ સાથે અનલીમીટેડ (૫૦૦૦ જીબી) ડેટા મળશે. આ વાર્ષિક પ્લાનની કિંમત ૧૦૧,૯૮૮ રૂપિયા રાખામાં આવી છે. વેલકમ ઓફર હેઠળ આ પ્લાનમાં ૪૩ ઇંચનો ૪કે ટીવી, જિયો હોમ ગેટવે અને ૪કે સેટ-ટોપ બોક્સ મળશે.

Share: