જિયો ફાઈબરને ટક્કર આપશે બીએસએનએલનો નવો બ્રોડબેન્ડ પ્લાન

September 10, 2019
 1118
જિયો ફાઈબરને ટક્કર આપશે બીએસએનએલનો નવો બ્રોડબેન્ડ પ્લાન

જિયો ફાઈબરને ટક્કર આપવા માટે બીએસએનએલે નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કરી દીધો છે. બીએસએનએલે પોતાના ભારત ફાઈબર બ્રોડબેન્ડ પોર્ટફોલિયોમાં ૧૯૯૯ રૂપિયાના એક નવા પ્લાનને સામેલ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૩૩ જીબી ડેટા સાથે ૧૦૦ એમબીપીએસની સ્પીડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને ૪ એમબીપીએસની થઈ જશે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળશે.

બીએસએનએલનો ૧૯૯૯ રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન ACT Fibernet, એરટેલ વી-ફાઈબર ના ૧૯૯૯ રૂપિયા વાળા પ્લાન અને જિયો ફાઈબરના ૨૪૯૯ રૂપિયા વાળા પ્લાનને ટક્કર આપશે.

આ અગાઉ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે બીએસએનએલે એક ખાસ પ્લાનને પ્રસ્તુત કરી દીધો છે. બીએસએનએલના ૧૮૭ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ ૨.૨ જીબી ડેટાની સુવિધા મળશે. તેના સિવાય અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ સાથે પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે.

તમને જણાવી દઈએ કે, મોટાભાગની જગ્યાએ ૪જી નેટવર્કની સરખામણી બીએસએનએલનું ૩જી નેટવર્ક જ કામ કરે છે, પરંતુ તો પણ બીજી કંપનીઓને ટક્કર આપવા માટે બીએસએનએલ ઝડપથી કામ કરી રહ્યું છે. જ્યારે વાત કરવામાં આવે અન્ય કંપનીઓના પ્લાન્સની તો આ સુવિધાઓ માટે ગ્રાહકોને વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

Share: