બીએસએનએલે લોન્ચ કર્યો આ શાનદાર પ્લાન, ૭૮ રૂપિયામાં દરરોજ ૩ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

August 18, 2020
 605
બીએસએનએલે લોન્ચ કર્યો આ શાનદાર પ્લાન, ૭૮ રૂપિયામાં દરરોજ ૩ જીબી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા

પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓને ટક્કર આપવા માટે બીએસએનએલ ઘણા શાનદાર પ્લાન લઈને આવી છે. તેમાં કંપની વધુ ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા આપી રહી છે. બીએસએનએલે શરૂઆતી ૭૮ રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં કંપની દરરોજ ૩ જીબી ડેટા ઓફર કરી રહી છે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને કોલિંગ માટે દરરોજ ૨૫૦ એફયુપી મિનીટ્સ પણ મળે છે. આઠ દિવસની વેલીડીટી સાથે આવનારા આ પ્લાનમાં ઈરોઝ નાઉનું પણ ફ્રી સબ્સક્રિપ્શન કંપની આપી રહી છે. તેમ છતાં આ પ્લાનને બીએસએનએલે મનપસંદ સર્કલ્સમાં ઉપલબ્ધ કર્યો છે.

બીએસએનએલનો ૨૪૭ રૂપિયા વાળો પ્લાન

આ સ્પેશલ ટેરિફ વાઉચરને ૩૬ દિવસની વેલીડીટી સાથે લાવવામાં આવ્યો છે જેમાં દરરોજ ૩ જીબી ડેટાની સાથે ૨૫૦ ફ્રી મિનિટ્સ આપવામાં આવી રહી છે. પ્લાનમાં મળનાર દરરોજ ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને ૮૦ કેબીપીએસ પર આવી જશે. આ પ્લાન બીએસએનએલના લગભગ બધા સર્કલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Share: