જિયોની મોટી ભેટ, ફીચર ફોનથી કરી શકશો યુપીઆઈ પેમેન્ટ

August 19, 2020
 320
જિયોની મોટી ભેટ, ફીચર ફોનથી કરી શકશો યુપીઆઈ પેમેન્ટ

રિલાયન્સ જિયોએ પોતાના જિયો ફોન યુઝર્સને મોટી ભેટ આપતા યુપીઆઈનો સપોર્ટ આપવાનું શરુ કરી દીધું છે એટલે હવે જિયો ફોન યુઝર્સ પણ સ્માર્ટફોન યુઝર્સની જેમ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. આ ફીચરનું ટેસ્ટિંગ છેલ્લા એક વર્ષથી થઈ રહ્યું હતું.

બીજીઆરની રિપોર્ટ મુજબ જિયો ફોન યુઝર્સને યુપીઆઈનો સપોર્ટ જિયો પે એપમાં મળી રહ્યો છે. તેમ છતાં આ ફીચર કેટલાક યુઝર્સને જ મળ્યું છે પરંતુ ધીરે-ધીરે તેને અન્ય લોકો માટે પણ જાહેર કરવામાં આવશે. જિયો પે યુપીઆઈના સપોર્ટ માટે જિયોએ NPCI ની સાથે ભાગીદારી કરી છે.

જિયો પેમાં યુપીઆઈનો સપોર્ટ મળવો એક મોટી વાત છે, કેમકે ફીચર ફોનથી ડીઝીટલ પેમેન્ટ એક મુશ્કેલ કામ છે પરંતુ જિયોએ તેને કરી દેખાડ્યું છે. જિયો ફોનને વર્ષ ૨૦૧૭ માં લોન્ચ કરવામાં આવ્યો હતો જો કે એક ૪જી ફીચર ફોન છે.

જિયો ફોન યુઝર્સ હવે જિયો પે દ્વ્રારા યુઝર્સના નામ પર ક્લિક કરી પૈસા મોકલી શકે છે, બીલની ચુકવણી કરી શકે છે અને મોબાઈલ પણ રિચાર્જ કરાવી શકે છે. સંપૂર્ણ લેણ-દેણ બેંકથી જ થશે. જિયો પે પણ ગૂગલ પે જેવા એપ્સની જેમ કામ કરશે.

Share: