રિલાયન્સે ઈ-ફાર્મસી કંપની નેટમેડ્સમાં ખરીદી ભાગીદારી, આટલા કરોડમાં થઈ ડીલ

August 19, 2020
 1003
રિલાયન્સે ઈ-ફાર્મસી કંપની નેટમેડ્સમાં ખરીદી ભાગીદારી, આટલા કરોડમાં થઈ ડીલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓનલાઈન ફાર્મસી કંપની નેટમેડ્સમાં ૬૨૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સે વિટાલિક હેલ્થ અને તેની સહાયક કંપનીઓમાં લગભગ ૬૦ ટકાની ભાગીદારી લીધી છે જેને સામૂહિક રીતે નેટમેડ્સમાં માનવામાં આવે છે.

આ દેશના ઓનલાઈન ફાર્મસી વ્યવસાયમાં જબરદસ્ત સ્પર્ધા શરુ થવા જઈ રહી છે, જ્યાં એમેઝોન પ્રવેશ કરી ચુક્યું છે અને ફ્લિપકાર્ટ પણ તેમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. કરાર મુજબ રિલાયન્સે વીટાલીકમાં ૬૦ ટકા ઇક્વિટી હોલ્ડિંગ લીધી છે, જ્યારે તેની પેટાકંપનીઓ ટ્રેસરા હેલ્થ, નેટમેડ્સ માર્કેટ પ્લેસ અને Dadha ફાર્મા ડિસ્ટ્રિબ્યુશનમાં તેમને ૧૦૦ ટકા હિસ્સો મળશે.

વીટાલીકની સ્થાપના ૨૦૧૫ માં થઈ હતી અને તેમની સહાયક કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રિબ્યુશન, વેચાણ અને વ્યવસાય સપોર્ટ સેવાઓમાં છે. તેની પેટાકંપની દ્વારા ઓનલાઈન ફાર્મસી વ્યવસાય નેટમેડ્સના નામથી ચલાવવામાં આવે છે. જે ગ્રાહકોને ફાર્માસિસ્ટ સાથે જોડે છે અને તેમના ઘરે દવાઓ, ન્યુટ્રીશનલ અને વેલનેસના ઉત્પાદનોને સીધા પહોંચાડે છે.

રિલાયન્સ રિટેલ ડાયરેક્ટર ઇશા અંબાણીએ એક નિવેદનમાં કહ્યું છે કે, “આ રોકાણ અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે જેમાં અમે ભારતમાં દરેક વ્યક્તિને ડિજિટલ પ્રવેશ વિશે વાત કરી છે. નેટમેડ્સના જોડાવવાથી રિલાયન્સ રીટેલ સારી ગુણવત્તા અને સસ્તા હેલ્થકેર ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી શકશે. નેટમેડ્સ જે રીતે ઓછા સમયમાં દેશવ્યાપી ડિજિટલ ફ્રેન્ચાઇઝી વિકસાવી છે તેનાથી અમે પ્રભાવિત થયા છીએ.”

નેટમેડ્સ એક ઈ-ફાર્મા પોર્ટલ છે જેના દ્વારા પ્રિસ્ક્રિપ્શન આધારિત અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ અને અન્ય હેલ્થ ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેની સેવાઓ દેશના લગભગ ૨૦,૦૦૦ સ્થળોમાં ઉપલબ્ધ છે. તેના પ્રમોટર ચેન્નાઈ સ્થિત કંપની દાદા ફાર્મા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયે દિગ્ગજ બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપની એમેઝોને પણ ઓનલાઈન ફાર્મસી બીઝનેસમાં પગલું ભરી લીધું છે. કંપનીએ બેંગલુરુથી ઈ-ફાર્મસી સેવા શરુ કરી છે.

Share: