લાંબા સમય બાદ ભારતીય સ્માર્ટફોન બજારમાં વાપસી કરશે ઝિયોની, લોન્ચ કરશે નવો ફોન

August 20, 2020
 506
લાંબા સમય બાદ ભારતીય સ્માર્ટફોન બજારમાં વાપસી કરશે ઝિયોની, લોન્ચ કરશે નવો ફોન

Gionee લાંબા સમય બાદ ભારતીય સ્માર્ટફોન બજારમાં વાપસી કરવાની છે. Gionee ૨૫ ઓગસ્ટના પોતાનો નવો સ્માર્ટફોન Gionee Max ને ભારતમાં લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ પર આ ફ્રોનને લીસ્ટ કરી દેવામાં આવ્યો છે જેનાથી જાણવા મળ્યું છે કે, આ ફોનની કિંમત ૬૦૦૦ રૂપિયાની આજુબાજુ રાખવામાં આવશે. એ પણ જાણવા મળ્યું છે કે, આ ફોનમાં શાનદાર બેટરી આપવામાં આવશે અને આ વોટરડ્રોપ ડિસ્પ્લે ડીઝાઈન સાથે આવશે. આ વાતની જાણકારી સૌથી પહેલા ઓનલાઈન વેબસાઈટ ૯૧ મોબાઈલે આપી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, જિયોની લાંબા સમય બાદ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન પ્રસ્તુત કરશે. આ અગાઉ કંપનીનો અંતિમ ફોન Gionee F9 Plus હતો જેને છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત ૭૬૯૦ રૂપિયા હતી.

Share: