ગૂગલે ભારતમાં લોન્ચ કરી કોર્મો જોબ્સ એપ, નોકરી મેળવવામાં થશે સરળતા

August 20, 2020
 574
ગૂગલે ભારતમાં લોન્ચ કરી કોર્મો જોબ્સ એપ, નોકરી મેળવવામાં થશે સરળતા

ગૂગલે પોતાની જોબ-લિસ્ટિંગ એપ Kormo Jobs ને આખરે લોન્ચ કરી દીધી છે. આ એપમાં વિવિધ જોબ્સને લીસ્ટ કરવામાં આવી છે. તેના સિવાય તેમાં તમને વ્યક્તિગત રીતે ડીઝીટલ સીવી બનાવવાનો વિકલ્પ પણ મળશે. ગૂગલની આ લેટેસ્ટ પહેલ લાખો લોકોને નોકરીઓ મેળવવામાં મદદ કરશે.

Kormo Jobs એપમાં તમે તમારી પ્રોફ્રાઈલના આધારે યોગ્ય નોકરી શોધી શકો છો. આ એપમાં આવા ઘણા બધા ટુલ્સ પણ છે, જે તમારી કારકિર્દીને સુધારવામાં અને તમારી પ્રોફાઇલમાં નવી કુશળતામાં મદદ કરે છે. આ એપ ભારતમાં લિંકડીન અને ભારતીય જોબ પોર્ટલ જેવા નોકરી, Shine.com અને TimesJobs ને ટક્કર આપશે. માત્ર એટલું જ નહીં, આ એપ ક્લાસીફાઈડ જાહેરાત પ્લેટફોર્મ જેવા કે Quickr અને Olx ને પણ ટક્કર આપશે.

Share: