ફેસબુકમાં સામેલ થશે ટીકટોક જેવું શોર્ટ વિડીયો ફીચર

August 21, 2020
 336
ફેસબુકમાં સામેલ થશે ટીકટોક જેવું શોર્ટ વિડીયો ફીચર

ફેસબુકે ટીકટોક એપની જેમ કામ કરનાર શોર્ટ વિડીયો ફીચરને પોતાના પ્લેટફોર્મમાં સામેલ કરી દીધું છે, પરંતુ હજુ તેનું ભારતમાં ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. આ નવી સુવિધા ન્યુઝ ફીડના મધ્યમાં દેખાય છે, જોકે સ્વાઇપ-અપ મેનરમાં બરાબર ટીકટોક એપની જેમ જ કામ કરે છે. આ ફીચર સૌથી પહેલા કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર જોવામાં આવી રહ્યું છે. હોઈ શકે છે કે, મોટી સંખ્યામાં આ ફીચરને ટેસ્ટીંગ માટે ભારતીય યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોય. માનવામાં આવી રહ્યું છે કે, ફેસબુક તેને કમર્શિયલી રોલઆઉટ કરતા પહેલા યુઝર્સની વચ્ચે તેનું ટેસ્ટિંગ કરી રહ્યું છે.

ફેસબુકના પ્રવક્તાએ ઇમેલમાં કહ્યું છે કે, કંપની નવા ફીચર્સનું પરીક્ષણ કરી રહ્યું છે જેથી તેના વિશેમાં વધુ જાણી શકો. શોર્ટ ફોર્મ વિડીયો ખૂબ જ લોકપ્રિય છે અને અમે આ અનુભવ સાથે ફેસબુક પર લોકોને કનેક્ટ, ક્રિએટ અને શેર કરવા માટે નવી રીત પ્રદાન કરશે.

Share: