ઘરે હાઈ સ્પીડ ઈન્ટરનેટ જોઈએ છે તો આ બ્રોડબેન્ડ પ્લાન્સ તમારા માટે બેસ્ટ છે

September 06, 2020
 979
ઘરે હાઈ સ્પીડ ઈન્ટરનેટ જોઈએ છે તો આ બ્રોડબેન્ડ પ્લાન્સ તમારા માટે બેસ્ટ છે

કોરોના વાયરસના ભારતમાં વધેલા સંક્રમણને જોતા મોટા ભાગના લોકો ઘરથી કામ કરી રહ્યા છે. એવામાં તેમને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સૌથી વધુ જરૂરત પડી રહી છે. આજે અમે તમને આ રિપોર્ટ દ્વ્રારા જણાવીશું કે, કઈ કંપનીની યોજના સૌથી ઓછી કિંમતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરી રહી છે. આ બધા બ્રોડબેન્ડ પ્લાન્સની કિંમત ૧૦૦૦ રૂપિયાથી ઓછી છે અને તેમાં તમને ૧૦૦ એમબીપીએસની સ્પીડથી ડેટા મળશે. આવો જાણીએ છે આ બ્રોડબેન્ડ પ્લાન્સ વિશેમાં...

બીએસએનએલનો ૮૪૯ રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન

બીએસએનએલે આ દિવસોમાં લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, Fibro 425GB per Month CS359 CUL પ્લાન વર્ક ફ્રોમ હોમ માટે પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનની કિંમત ૮૪૯ રૂપિયા છે જેનાથી યુઝર્સને ૧૦૦ એમબીપીએસની સ્પીડથી ૪૨૫ જીબી ડેટા મળશે. તેના સિવાય યુઝર્સને અનલીમીટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે. ધ્યાનમાં રહે કે, ડેટાના સમાપ્ત થવા પર સ્પીડ ઘટીને ૨ એમબીપીએસની થઈ જશે.

જિયોફાઈબર નો ૬૯૯ રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન

જિયોફાઈબરે બ્રોન્ઝ પ્લાન ઓફર કર્યો છે જેની કિંમત ૬૯૯ રૂપિયા છે. તેમાં યુઝર્સને ૧૦૦ જીબી ની સાથે ૨૦૦ જીબી મોટાભાગનો ડેટા મળશે. તેની સાથે યુઝર્સને ઇન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ ૫૦ જીબી ડેટા એક્સ્ટ્રા આપવામાં આવશે. બાકીના બેનીફીટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને વોઈસ કોલિંગ, ટીવી વિડીયો કોલિંગ, ટીવી વિડીયો કોલિંગ, હોમ નેટવર્કિંગ, Zero-latency ગેમિંગ અને ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.

એરટેલનો ૭૯૯ રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન

એરટેલે વર્ક ફ્રોમ હોમ માટે ૭૯૯ રૂપિયા વાળા બ્રોડબેન્ડ પ્લાનને પ્રસ્તુત કર્યો છે જેમાં યુઝર્સને ૧૫૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસની સ્પીડથી મળશે. તેની સાથે યુઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા પણ આપી રહી છે. તેના સિવાય કંપની યુઝર્સને એરટેલ એકસટ્રીમની ફ્રીમાં સબ્સક્રિપ્શન પણ આપશે.

Share: