જિયો ફોનને ટક્કર આપવા માટે નોકિયા લોન્ચ કરશે આ નવો ફોન

August 24, 2020
 658
જિયો ફોનને ટક્કર આપવા માટે નોકિયા લોન્ચ કરશે આ નવો ફોન

એચએમડી ગ્લોબલની માલિકી વાળી કંપની નોકિયાએ ભારતમાં બે નવા ફોન્સને જલ્દી જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નોકિયા મોબાઈલ ઇન્ડિયાના ઓફીશીયલ એકાઉન્ટ માટે એક વિડીયો પોસ્ટ કરવામાં આવી છે. જેમાં બે ફોન્સને દર્શાવવામાં આવ્યા છે. Gizmochina વેબસાઈટથી મળેલી જાણકારી મુજબ નોકિયા તરફથી જે ફોન્સ દર્શાવ્યા છે તેમાં એક સ્માર્ટફોન છે, જ્યારે બીજો ફીચર ફોન છે. નોકિયા આ ફીચરને ભારતના ટોપ ફીચર ફોન જિયો ફોનને ટક્કર આપવા માટે લઇ રહી છે.

એચમીડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઓફિસર Juho Sarvikas એ પણ ટ્વીટર પર એક ટીઝર વિડીયો પોસ્ટ કર્યો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે નોકિયાનો નવો ફોન નોકિયા સી૩ હશે. જ્યારે બીજો નોકિયાનો ૪જી ફીચર ફોન હશે. નોકિયા સી૩ ને એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન બતાવવામાં આવી રહ્યો છે. આ ફોન ૫.૯૯ ઇંચની એચડી+ ડિસ્પ્લે ૩ જીબી રેમ અને ૩૨ જીબી ની ઇન્ટરલ સ્ટોરેજની સાથે આવશે. તેના સિવાય ફોનમાં એલઈડી ફ્લેશ લાઈટ સાથે ૮ એમપ કેમેરા અને વિડીયો કોલિંગ માટે ૫ એમપીનો કેમેરો આપવામાં આવ્યો હશે. ૩૦૪૦ એમએએચની બેટરી તેમાં મળી શકે છે.

Share: