આ મ્યુઝીક વિડીયોએ તોડી દીધા યુટ્યુબના બધા રેકોર્ડ

August 24, 2020
 595
આ મ્યુઝીક વિડીયોએ તોડી દીધા યુટ્યુબના બધા રેકોર્ડ

કોરિયન પોપ-બેન્ડ બીટીએસે પોતાના લેટેસ્ટ મ્યુઝીક વિડીયોથી યુટ્યુબ પર એક નવો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. બીટીએસની લેટેસ્ટ ડાન્સ નંબર Dynamite તાજેતરમાં રીલીઝ કરવામાં આવ્યું છે જોકે ૨૪ કલાકની અંદર સૌથી વધુ જોવામાં આવનાર વિડીયો બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ કોરિયન પોપ બેન્ડ Blackpink ના નામે હતો, જેનું How You Like મ્યુઝીક વિડીયોને સૌથી વધુ જોવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, Dynamite મ્યુઝીક વિડીયોનું પ્રીમિયર ૨૧ ઓગસ્ટના આયોજીત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ૧૨ કલાકની અંદર જ આ વિડીયો યુટ્યુબ પર ટોપ-ટ્રેન્ડ કરવા લાગ્યું હતું અને ૨૪ કલાકની અંદર આ વિડીયોને જોનારાઓની સંખ્યા ૯૮.૩ મીલીયનની પાર પહોંચી ગઈ હતી. તેમ છતાં, યુટ્યુબે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, વિડીયોના આધિકારિક વ્યુ કાઉન્ટ ૧૦૧.૧ મીલીયન હતા.

Share: