જિયોએ આઈપીએલ માટે લોન્ચ કર્યા આ શાનદાર પ્લાન્સ

August 25, 2020
 643
જિયોએ આઈપીએલ માટે લોન્ચ કર્યા આ શાનદાર પ્લાન્સ

રિલાયન્સ જિયોએ દરેક વખતની જેમ આ વખતે પણ આઈપીએલ પહેલા ક્રિકેટ ધન ધના ધન ઓફર પ્રસ્તુત કરી છે. જિયોએ તેના હેઠળ બે પ્લાન પ્રસ્તુત કર્યા છે. રિલાયન્સ જિયોના ક્રિકેટ ધન ધના ધન ઓફર હેઠળ ગ્રાહકોને ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આવો જાણીએ.

જિયોના ૪૯૯ રૂપિયા વાળા પ્લાનમાં એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે જેની કિંમત ૩૯૯ રૂપિયા છે, તેમ છતાં આ પ્લાન સાથે જિયો પ્રી-પેડ ગ્રાહકોથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ પ્લાનમાં ગ્રાહકોને અનલીમીટેડ ક્રિકેટ કવરેજ મળશે. આ પ્લાનમાં દરરોજ ૧.૫ જીબી ડેટા મળશે અને આ પ્લાનની વેલીડીટી ૫૬ દિવસની છે, પરંતુ આ પ્લાન સાથે એક મોટી સમસ્યા એ છે કે, તેમાં તમને કોલિંગની કોઈ સુવિધા મળી રહી નથી.

હવે વાત ૭૭૭ રૂપિયા વાળા ક્વોર્ટલી પ્લાનની કરીએ તો આ પ્લાનમાં પણ તમને એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાનમાં દરરોજ ૧.૫ જીબી એટલે કુલ ૧૩૧ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૮૪ દિવસની હશે. આ પ્લાનમાં તમને અનલીમીટેડ કોલિંગ અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન મળશે.

તેના સિવાય કંપનીએ ૨૫૯૯ રૂપિયાનો પણ એક ક્રિકેટ સ્પેશલ પ્લાન લોન્ચ કર્યો છે. જેની વેલીડીટી ૧૨ મહિનાની છે અને તેમાં તમને કુલ ૭૨૦ જીબી ડેટા અને અનલીમીટેડ કોલિંગ મળશે. આ પ્લાનમાં પણ એક વર્ષ માટે ડીઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપપીનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

તેની સાથે કંપનીએ ૬૧૨, ૧૦૦૪, ૧૨૦૬, ૧૨૦૮ રૂપિયાના ડેટા એડ પણ પેક્સ પણ પ્રસ્તુત કર્યા છે જેમાં ક્રમશ: ૭૨ જીબી, ૨૦૦ જીબી, ૨૪૦ જીબી અને ૨૪૦ જીબી ડેટા મળે છે. તેમાંથી ૬૧૨ રૂપિયા વાળા પ્લાનમાં ૬૦૦૦ નોન જિયો મિનટ્સની કોલિંગ મળી રહી છે પરંતુ કોઈ અન્ય પ્લાનમાં કોલિંગની સુવિધા નથી.

Share: