ક્રૂડ ના ભાવ મા વધારો થવા થી જીડીપી ખાદ્ધ વધશે. હાલ ની જીડીપી ધારણા કરતાં વધારે ઓછી છે

September 17, 2019
 254
ક્રૂડ ના ભાવ મા વધારો થવા થી જીડીપી ખાદ્ધ વધશે. હાલ ની જીડીપી ધારણા કરતાં વધારે ઓછી છે

સાઉદી અરેબિયા ની ઓઇલ રિફાઈનરી પર 2 પ્લાન્ટ પર થયેલા આતંકી હુમલા બાદ આ રિફાઇનરી મા દરરોજ નું ૫૭ સત્તાવન લાખ બેરલ ક્રૂડ નું ઉત્પાદન ઠપ થઈ ગયું છે રિફાઈનરી ને કરોડો રૂપિયા નું નુક્સાન થયું છે. અને તેના કારણે ક્રૂડ ના ભાવ મા પાછલા 30 વર્ષ મા એક જ દિવસ નો સૌથી મોટો ભાવ વધારો આવ્યો છે આ ભાવ વધારો ભારત દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે હાલ ના ક્રૂડ ના ભાવ મા દસ ૧૦ ટકા ના વધારા દીઠ દેશ ની જીડીપી ખાદ્ય મા ૦.૫ અડધો ટકા વધારો થશે સિંગાપોર ના DBS બેંકિંગ ગ્રુપ નું તારણ છે કે સરેરાશ ગણીએ તો ક્રૂડ ના ભાવ મા એક ડોલર ના ભાવ વધારા દીઠ ભારત ને બે અબજ ડોલર રૂપિયા વધારે ચૂકવવા પડશે.

ક્રૂડ ના ભાવ વધારા મા રાહત નહી મળે તો ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં એર લાઇન્સો ના ભાડા મા પણ ૧૦/૧૫ ટકા નો વધારો આવશે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારો કરવામાં આવશે તો મોંઘવારી પણ પાછલા 72 વર્ષ મા સૌથી વધુ પ્રમાણ મા વધી જશે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો ધરખમ વધી જશે અને દેશ ની ગરીબ મધ્યમ વર્ગ ની જનતા ત્રાહિમામ પોકારી જશે. કેટલાય સમયથી દેશ મા બેકારી અને મંદી એ ભરડો લીધો છે અને વધારા મા આ ક્રૂડ ના ભાવ વધારા ને કારણે દેશ ની જીડીપી નીચી જશે દેશ રૂપિયા નું વધારે પ્રમાણ મા ધોવાણ થશે.

ત્યારે ઇતિહાસ મા એમ એ થયેલા અને નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ એવા રિઝર્વ બેન્ક ના ગવર્નર ને પણ સાચી હકીકત કહેવા મજબૂર થવું પડ્યું છે અને ગયા પખવાડિયે આપેલા નિવેદન બાદ ફરી એકવાર શક્તિકાંત દાસે સ્વીકારી ને જણાવ્યું છે કે જીડીપી ના આંકડા ધારણા કરતાં ખૂબ નબળા આવ્યા છે જે છેલ્લા 6 વર્ષ મા સૌથી નીચે છે અને અમારી મોંને ટેરી પોલિસી કમિટી એ પણ દેશમાં સ્પસ્ટ પણે મંદી આવશે ના સંકેતો આપ્યા છે. અને ક્રૂડ ના ભાવ વધારા ના કારણે જીડીપી મા વધુ ઘટાડો આવશે જે દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

મારા માનવા મુજબ જ્યારે ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી મા ક્રૂડ નો ભાવ ૧૪૦ ડોલર હોવા છતા ડોકટર મનમોહન સિંહ ના શાસન દરમિયાન જીડીપી ૫ થી ૭ ની ઉપર હતો અને તેમાં પણ ક્રૂડ ના ભાવ વધારા ના કારણે ૧ થી ૨.૨ સુધી જીડીપી ઓછી થતી હતી અને નરેન્દ્ર મોદીના શાસનના ક્રૂડ ૩૦ થી ૫૪ ડોલર હોવા છતા જીડીપી માત્ર 5 છે અને આ આંકડો પણ સાચો મનાય તેમ નથી તેવી મંદી દેશના ઉધોગો કહી રહ્યા છે એટલે કે નરેન્દ્ર મોદી સરકાર ના શાસન મા જીડીપી ગ્રોથ નહિ બરાબર જ સમજવો પડે બીજું મુખ્ય કારણ એ છે કે દેશના તમામ પ્રકારના વેપાર મા આવી મંદી અને બેકારી પ્રથમ વખત આવી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ મા રહીને તમામ પ્રકાર ના ઉદ્યોગ પતિ ઓ અને બુદ્ધિ શાળી વ્યક્તિઓ સાથે ખુલ્લા દિલે ચર્ચા કરી ને સુઝાવો સાંભળવા જોઈએ નહિ તો ખુરશી છોડી દેવી જોઈએ.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: