પીએમ મોદીની કિસાન સન્માન યોજનાની ચુકવણીમા વિલંબ, ૧૩ રાજયના ખેડૂતો જોઈ રહ્યા છે ત્રીજા હપ્તાની રાહ

September 22, 2019
 1274
પીએમ મોદીની કિસાન સન્માન યોજનાની ચુકવણીમા વિલંબ, ૧૩ રાજયના ખેડૂતો જોઈ રહ્યા છે ત્રીજા હપ્તાની રાહ

દેશમા વર્ષ ૨૦૧૯મા લોકસભા ચુંટણી પૂર્વે જ ફેબ્રુઆરી મહિનામા રજુ મોદી સરકારે અંતિમ બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું એલાન કર્યું હતું. આ યોજનાની ત્રીજો હપ્તાનું વિતરણ ૧ ઓગસ્ટના રોજથી શરૂ કરી દીધું હતું. જેને લઈને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની અધિકૃત વેબસાઈટ પર આંકડા રજુ કર્યા હતા. આંકડાઓ મુજબ ૧૬ સપ્ટેમ્બર સુધી ત્રીજો હપ્તામા ૧૩ રાજયોના ૧,૨૫,૯૨,૦૩૩ ખેડૂતોમાંથી એક પણ ખેડૂતને હજુ ત્રીજો હપ્તો મળ્યો નથી. આ રકમ માત્ર ૨૩ રાજયોના ખેડૂતોને જ ટ્રાન્સફર કરવામા આવી છે.

જે ૧૩ રાજયોને એક પણ ખેડૂતને યોજનાના ત્રીજા હપ્તાની ચુકવણી નથી થઈ તેમાં ભાજપ શાસિત ચાર રાજયનો પણ સમાવેશ પણ સમાવેશ થયો છે. આ રાજયમા ઉત્તર પ્રદેશ પણ સામેલ છે. ઉત્તર પ્રદેશમા આ યોજના અંતર્ગત ૧.૭૦ કરોડ ખેડૂતોને ત્રીજા હપ્તાની રકમ મળી નથી. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, ગોવા અને મેઘાલયના ખેડૂતોને પણ ત્રીજા હપ્તાની ચુકવણી કરવામા આવી નથી. જે રાજયમાં એક પણ ખેડૂતને ત્રીજો હપ્તો નથી મળ્યો તેમાં પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશ, બે કોંગ્રેસ શાસિત અને બીજી બે અન્ય પાર્ટીઓની સરકાર છે.

ખેડૂતોને ત્રીજા હપ્તા બે હજાર રૂપિયા આપવાના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને એક વર્ષમાં ત્રણ વાર બે - બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામા ચુકવણી કરવામા આવશે. આ યોજના ૧ ડિસેમ્બર ૨૦૧૮થી લાગુ કરવા મા આવી છે. ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી પ્રથમ હપ્તો, એપ્રિલથી જુલાઈ સુધી બીજો હપ્તો અને ઓગસ્ટથી નવેમ્બર સુધી ત્રીજો હપ્તો આપવાનો છે. જેમાં ૧૩ રાજયના ખેડૂતોને ત્રીજા હપ્તાની ચુક્વણી કરવાની હજુ પણ બાકી છે.

ત્રીજા હપ્તાની રકમ માટે ૪૬ દિવસ પસાર થઈ ગયા છે તેમ છતાં હજુ ત્રીજો હપ્તાની ચુકવણી ખેડૂતોને કરવામા આવી નથી. જયારે આંકડાઓ અનુસાર અંદાજે ૩ કરોડ ૮૩ લાખ એવા ખેડૂતો છે જેમના ખાતામા હજુ બીજા હપ્તાના નાણાની પણ ચુકવણી કરવામા આવી નથી.

Share: