ગુજરાત સરકાર વિરુદ્ધ રિક્ષાચાલકો ટ્રાફિક દંડને લઈને આક્રોશિત, અચોક્કસ મુદતની હડતાલ કરી કાળો દિવસ મનાવશે

September 19, 2019
 1287
ગુજરાત સરકાર વિરુદ્ધ રિક્ષાચાલકો ટ્રાફિક દંડને લઈને આક્રોશિત, અચોક્કસ મુદતની હડતાલ કરી કાળો દિવસ મનાવશે

ગુજરાત રાજયમાં અમલમાં મુકવામાં આવે મોટર વ્હીકલ એકટના દંડ માં રાક્ષસી વધારાના વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યના ૨૦ જેટલા રિક્ષાચાલકો ના યુનિયનોના પ્રમુખ ગાંધીનગર સરકાર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. ત્યારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી એ સમય ફાળવ્યો હોવા છતાં પોતે ગેરહાજર રહી રાજ્યના લાખો રિક્ષાચાલકો નું અપમાન કરેલ છે. તેમ જણાવતા ગુજરાત રાજય ઓટોરિક્ષા એકશન કમિટીના પ્રમુખ શ્રી અશોક પંજાબી એ જણાવ્યું હતું કે અમો તમામ સંગઠનો વાહન વ્યવહાર મંત્રી ની સાથે રાજયના ગૃહ મંત્રી ને પણ પોલીસ અંગે રજૂઆત કરવા માગતા હતા પણ ગુહ પ્રધાન પણ ગેરહાજર હતા.

સરકારના રિક્ષાચાલકો પ્રત્યે અને પ્રજાની તકલીફ પ્રત્યે આ વલણથી રોષે ભરાયેલા રિક્ષાચાલકો ભુખ અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન ના પ્રમુખ શ્રી વિજય ભાઈ મકવાણા દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવશે જેને અમદાવાદના તમામ સંગઠનો સાથ અને સંગાથ આપશે ટેકો જાહેર કર્યો છે. કાળો દિવસ અને અચોક્કસ મુદ્દતની હડતાલનો નિર્ણય લીધેલ છે.

આ કાર્યક્રમોની તૈયારી માટે તારીખ.૧૯/૦૯/૨૦૧૯ ના રોજ અમદાવાદમાં રિક્ષાચાલકો ના સંગઠનની રાજ્યવ્યાપી મીટીંગ રાખેલ છે. આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ મંત્રીને ઓટોરિક્ષા અને ટેકસી કેબના સંગઠનનો પ્રમુખ દ્વારા આવેદનપત્ર સુપ્રત કર્યા હતા.

Share: