મહારાષ્ટ્રમા એનડીએમા ઉભો થયો વિવાદ, શિવસેના કહ્યું ૧૪૪ બેઠકો નહીં તો ગઠબંધન નહીં

September 25, 2019
 1887
મહારાષ્ટ્રમા  એનડીએમા ઉભો થયો વિવાદ, શિવસેના કહ્યું ૧૪૪ બેઠકો નહીં તો ગઠબંધન નહીં

મહારાષ્ટ્રમા થોડા જ મહિનામા વિધાનસભા ચુંટણી યોજાવવાની છે. તેવા સમયે બેઠકોના સંખ્યાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. જેમા બંને પક્ષ એકબીજાને કાપવામા લાગી છે. શિવસેનાએ સાફ કર્યું છે તે વિધાનસભાની ૨૪૪માંથી અડધીથી ઓછી બેઠકો પર માનવાની નથી.

જેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી દિવાકર રાઉતે કહ્યું કે જો શિવસેનાને ૨૪૪ માંથી ૧૪૪ બેઠકો નહીં મળે તો જોડાણ તૂટી શકે છે. દિવાકર રાઉતના નિવેદન પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે દિવાકર રાઉતે સત્ય કહ્યું છે. સંજય રાઉતે વધુમા જણાવ્યું કે જો અમિત શાહજી અને સીએમ સામે ૫૦-૫૦ સીટની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી હતી. તેમનું નિવેદન ખોટું નથી. ચુંટણી સાથે લડીશું કેમ નહીં લડીએ.

આ ઉપરાંત સમાચારો મુજબ મહારાષ્ટ્ર ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. તેમજ ભાજપ પોતાના દમ પર વધારે બેઠક મેળવવાનો ટાર્ગેટ ધરાવે છે. તેમજ તેના આ વલણના પગલે જ શિવસેના સાવચેત થયું છે અને તેથી જ સહયોગી ભાજપ પાસેથી વધારે બેઠકો મેળવવાના મુડમા છે.

જયારે શિવસેનાએ પોતાના વર્તમાન વલણથી સાફ કરી દીધું છે કે ગઠબંધન ત્યારે જ તૂટશે જયારે શિવસેનાની શરતો માનવામા આવશે અને ભાજપ પોતાની જીદ છોડી દે. જો કે શિવસેનાની આ માંગણી બાદ એવું દેખાતું નથી કે ભાજપ તેની વાત માને કારણ કે હાલમાં યોજાયેલી લોકસભા ચુંટણીમા ભાજપને ૧૪૦ વિધાનસભા બેઠકો પર સારા વોટ મળ્યા હતા. જયારે શિવસેનાને માત્ર ૮૦ વિધાનસભા બેઠક પર સારા મત મળ્યા હતા. તેથી માનવામા આવી રહ્યું છે કે આ જ આધાર પર ભાજપ શિવસેનાને વધુમા વધુ ૧૦૦ બેઠકો આપી શકે છે.

Share: