દરરોજ ૭૧ કરોડ રૂપિયા ટેક્સ વાહન માલિકો ગુજરાત સરકાર ને આપી રહ્યા છે. છતાં પણ તૂટ્યા ફૂટ્યા રોડ રસ્તા અને દંડ

September 19, 2019
 221
દરરોજ ૭૧ કરોડ રૂપિયા ટેક્સ વાહન માલિકો ગુજરાત સરકાર ને આપી રહ્યા છે. છતાં પણ તૂટ્યા ફૂટ્યા રોડ રસ્તા અને દંડ

ગુજરાત સરકાર દ્વારા જનતા તરફ થી ટેક્સ ના રૂપે અધધ કમાણી થઇ રહી છે અને તે પણ ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર ના વર્ગ ની કહો તો પણ ચાલે તેમ ગેરંટી થી કહી શકાય તેમ છે. ગુજરાત ના ૨/૩/૪ પૈડાં ના વાહનો દ્વારા દરરોજ ૨૯ કરોડ રૂપિયા લેખે ગુજરાત સરકાર જીએસટી પેટે વસૂલી રહી છે અને ડીઝલ ના વાહનો થકી દરરોજ ૪૧ કરોડ રૂપિયા જીએસટી ની આવક ની સાથે સાથે સી એન જી ના વાહન ટેક્સ પેટે પણ દરરોજ ૪ કરોડ રૂપિયાની આસપાસ ટેક્સ આવી રહ્યો છે હાલ દર વર્ષે ગુજરાત સરકાર ને ૨૬૩૫૨ છવ્વીસ હજાર ત્રણસો બાવન કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલ અને સી એન જી ના જીએસટી પેટે મલી રહ્યા છે ત્યારે મોટો સવાલ એ છે કે આ રૂપિયા ક્યાં વપરાય છે આ ટેક્સ ની સામે અન્ય રીતે ગુજરાત સરકાર ને દરેક નવા વાહન દીઠ 5 પાંચ હજાર રૂપિયા થી લઈને લાખો રૂપિયા ટેક્સ પેટે અલગ થી મલી રહ્યા છે અને આ આવક ની સામે ગુજરાત સરકાર ની હદ મા આવેલા રોડ રસ્તા સાવ ઉતરતી કક્ષાના હોય છે.

ગુજરાત ની જનતા ને ખબર નથી એટલે જાણ ખાતર જણાવું છું કે હાઇવે પરના જે રોડ રસ્તા છે તે ની જાળવણી ગુજરાત સરકાર ની નથી તેની જાળવણી કેન્દ્ર સરકાર દ્વારા થતી હોય છે અને જે હાઇવે ને NH કહેવાય તે કેન્દ્ર સરકાર ની માલિકી ના હોય તે રોડ રસ્તા બનાવવાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે જ્યારે જે બ્રાન્ચ હાઇવે હોય છે તેને SH એટલે કે સ્ટેટ હાઇવે કહેવાય તે રોડ રસ્તા ની ગુજરાત સરકાર દ્વારા જાળવણી કરવામાં આવતી હોય છે અને તેમાં પણ ટોલ ટેક્સ વાળા ઘણા રસ્તા હોય છે દાખલા તરીકે અડાલજ થી પાલનપુર હાઇવે નો રસ્તો સ્ટેટ હાઇવે કહેવાય ત્યાં આવવા જવા માટે ૨/૩/૪ પૈડા ના ઘરેલુ સાધનો સિવાય બધાજ વાહનો ને આકરો ટેક્સ દરેક સમયે આવવા જવા ચૂકવવો પડે છે બીજી એક વાત કહું તો ગુજરાત ના મોટા શહેરો જેવા કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા મોટા શહેરો મા કેન્દ્ર સરકાર દ્વારા કરોડો અરબો રૂપિયા રોડ રસ્તા અને પુલ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હોય છે ત્યારે સુરત ની ૯૫ ટકા જેટલી જનતા એમ સમજે છે કે સુરત શહેરમાં સૌથી વધારે પુલ બ્રિજ નરેન્દ્ર મોદીએ બનાવ્યા છે .

પણ સત્ય હકીકત એ છે સુરત શહેર ખાતે પાછલા ૧૫/૨૦ મા બનેલ તમામ બ્રિજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ ટકા સહાય આપવામાં આવી છે. આ સત્ય હકીકત જાણી ને ગુજરાત સરકાર ની જનતા ને વિચારવાની જરૂર છે કે દેશ મા સાચો વિકાસ કઈ રાજકીય પાર્ટી એ કર્યો છે. આજે ગુજરાત સરકારે પાછું જાહેર કર્યું છે કે હવે ૧૫ ઓક્ટોમ્બર સુધી હેલ્મેટ અને puc માટે દંડ નહિ કરવામાં આવે. પણ મારું સૂચન છે કે ગુજરાત સરકાર ને ધ્યાન થી વિચારી ને તમામ 2 પૈડાં વાળી પેટ્રોલ થી ચાલતી બાઈક અને સ્કુટર ની કંપની ને પૂછવું જોઈએ કે તમારા વાહનો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને તમામ પ્રકાર ના 2 પૈડાં ના વાહનો ના માલિકો નો એક જ જવાબ હશે... ના..ના.. ત્યારે ગુજરાત અને કેન્દ્ર સરકારે પેટ્રોલ થી ચાલતી બાઈક અને સ્કુટર માટે puc લેવા નો કાયદો હટાવી દેવો જોઇએ. કેન્દ્ર સરકાર દ્વારા જ સારા હેલમે ટો આપવામાં આવે કારણ કે દેશમાં હલકી ગુણવત્તા વાળા હેલ્મેટ વધુ બની રહ્યા છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: