ગુજરાત મા વાહન લેવું ગુન્હો છે ?? ગુજરાત સરકાર આરટીઓ વિભાગ ને દંડ વસૂલવા પરિપત્ર કેવી રીતે આપી શકે??

September 19, 2019
 1287
ગુજરાત મા વાહન લેવું ગુન્હો છે ?? ગુજરાત સરકાર આરટીઓ વિભાગ ને દંડ વસૂલવા પરિપત્ર કેવી રીતે આપી શકે??

સરકાર એટલે શું?? સરકાર કેવી રીતે ચાલે ?? અને સરકાર જે જનતા ના મત થી બની હોય તે સરકાર મત આપનાર જનતા અને સમગ્ર સમાજ ને ચોર સમજે અને તેને દરરોજ કોઈ ને કોઈ બહાને પીડિત કરે અને ચોર ઉચ્ચકા સમજી ને દંડ વસૂલે તેને સરકાર કેવી રીતે કહી શકાય?? જીવન જીવવા માટે રોટી કપડાં અને મકાન ની સાથે સાથે હવે આર્થિક હાલત પ્રમાણે સાયકલ સ્કુટર બાઈક થી માંડી ને કાર પણ જીવન જરૂરિયાત માટે ની મુખ્ય વસ્તુ થઈ ગઈ છે કારણ કે નોકરી ધંધા ના સ્થળ થી ઘર દૂર હોય કે શાળા માં બાળકો ને મૂકવા જવા કે દવાખાના મા જવું કે દર અઠવાડિયે કે પખવાડિયે સગા સંબંધી ને મળવા જવા માટે વાહન લેવું પડે છે એજ એક ઉત્તમ ઉપાય છે અને તેના કારણે ટાઈમ બચે છે અને આ ઘર પરિવાર માટે વાહન વસાવવું એ કંઇ અસામાજિક કામ કે ચોરી નથી અને આ વાહનો ખરીદતી વખતે એટલે કે એક એકટીવા એક્સેસ કે ૧૨૫ સીસી ની સામાન્ય બાઈક નો પણ ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ બાર હજાર થી પંદર હજાર રૂપિયા જીએસટી અને અન્ય ટેક્સ સરકાર ને આપે છે પછી બાઈકમા હાલ તો દર એક લિટર પેટ્રોલ દીઠ જનતા સરકાર ને ૩૫ થી ૪૦ રૂપિયા ટેક્સ ચૂકવી રહી છે.

આજે એક બાઈક કે એકટીવા ચાલક દ્વારા પાછલા 5 વર્ષ દરમિયાન જોવા જઇએ તો મહિના ની ૨૦/૨૫ લિટર પેટ્રોલ નો વપરાશ ગણીએ તો 5 વર્ષ મા ૭૫૦૦૦ પંચોતેર હજાર રૂપિયા જેટલો ટેક્સ આપી ચૂક્યા છીએ. અને તેના બદલા માં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કે દેશ મા એક્સીડન્ટ મા મૃત્યુ પામેલા વ્યક્તિ ના પરિવાર ને ૫/૧૦/૧૫ લાખ રૂપિયા આપ્યા છે.

હકીકત એ છે કે સરકાર એક પૈસો પણ આપતી નથી અને જ્યારે અકસ્માત કરનાર કે ભોગ બનનાર પરિવાર ને પોલીસ સ્ટેશન મા પેપરો માટે હજારો રૂપિયા લાંચ પેટે ચૂકવવા પડે છે (કોઈ પોલીસ કર્મચારી સારા હોય તો કશું માંગતા નથી) સરકાર મા બેઠેલા નેતાઓ ને કેન્દ્ર અને રાજ્ય નો વહીવટ ચલાવતા નથી ફાવતું અને ઉત્સવો ઉજવણીઓ અને અન્ય તાયફા મા સરકારી તિજોરી ખાલી કરીને બેઠા છે મિત્ર ઉદ્યોગ પતિ ઓ ના કરોડો અરબો રૂપિયા માંડવાળ કરી રહ્યા છે અને હવે તેનો ભાર માત્ર ગુજરાત અને દેશ ની મધ્યમ વર્ગ ની જનતા ને ઉઠાવવાનો?? મિત્ર ઉદ્યોગ પતિ ઓ ને લાઈટ બિલ મા કરોડો રૂપિયા ની રાહત આપી ને વીજળી નો ઉપયોગ ઘર વપરાશ મા લેતા નાગરિકો ને દર ૧૦૦ રૂપિયે ૧૫ રૂપિયા ટેક્સ ભરવાનો પાડા ના વાંકે પખાળી ને ડામ ?? ગુજરાત નું અગ્રણી સમાચાર પત્ર ગુજરાત સમાચાર ના હાથ મા મહેસાણા આરટીઓ ને લખેલો પરિપત્ર આવ્યો છે જેમાં થી જાણવા મળ્યું છે કે આરટીઓ અધિકારીઓ ને દર મહિને ૧૮૦૦૦૦૦ અઢાર લાખ રૂપિયા વસૂલવા માટે નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને મહેસાણા આરટીઓ ને કુલ ૧૩૮ લાખ થી વધુ નો લક્ષાંક આપવામાં આવ્યો છે જ્યારે મોટર વાહન નિરીક્ષક ને દર મહિને ૯૦૦૦૦૦ પણ નવ લાખ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ત્યારે મારે સરકાર ને પૂછવું છે કે વાહન લેવું કે ફેરવવું એ કંઇ અસામાજિક કામ નથી.

કદાચ પેસેન્જર ની જરૂરિયાત મુજબ લાવવા લઈ જવા કે આરટીઓ ના નિયમ મુજબ ટ્રક ટેમ્પો લઈ લોડીંગ વસ્તુઓ ની હેર ફેર કરવી પણ અસામાજિક કામ નથી છતાં પણ જ્યાં જુઓ ત્યાં પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકો સાથે જાનવર અને ગુન્હેગાર જેવું વર્તન થઈ રહ્યું છે આ સરકાર દ્વારા જે થઈ રહ્યું છે તે ખોટું છે અને સમાજ ના લોકો ને તેનો વિરોધ કરવો જોઈએ.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: