ચિન્મયાનંદની હજુ  ધરપકડ નહીં કરાતા કોંગ્રેસનો પ્રહાર, કહ્યું  ભાજપ આરોપી સાથે 

September 19, 2019
 929
ચિન્મયાનંદની હજુ  ધરપકડ નહીં કરાતા કોંગ્રેસનો  પ્રહાર, કહ્યું  ભાજપ આરોપી સાથે 

ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ બળાત્કારના આરોપને લઈને કોંગ્રેસે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર આરોપીની સાથે ઉભા રહેવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ સવાલ કર્યો જે આ મુદ્દે ભાજપની સીનીયર મહિલા નેતા અને પીએમ મોદી ખુદ કેમ મૌન છે. કોંગ્રેસના સચિવ પ્રણવ ઝાએ પત્રકારોને કહ્યું કે ઉત્તર પ્રદેશની સરકારને ૩૦૦ દિવસ પૂર્ણ થવા આવ્યા છે. પરંતુ સરકાર પીડિત વિધાર્થીની કોઈ દરકાર લેતી નથી.પાર્ટી નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે મહિલાએ બોલવાની હિંમત દેખાડી તો તે અનેક વાર બોલી પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે કોઈ કાર્યવાહી ના કરી. યુવતીએ પરેશાન થઈને કહ્યું કે આત્મ દાહ કરી લેશે. આ ખુબ જ દુઃખદ બાબત છે. તેમણે સવાલ કર્યો કે ચિન્મયાનંદની પાછળ કોણ છે. તેમની મદદ કોણ કરી રહ્યું છે. ચિન્મયાનંદની ધરપકડ કેમ કરવામા નથી આવી રહી. આ સરકાર કયાં સુધી મૌન રહેશે. ૩૦૦ દિવસનો ઉત્સવ મનાવનાર યોગી આદિત્યનાથ સરકાર કેમ ચુપ છે. પતંગિયા ઉડાનનાર પીએમ મોદી કેમ ચૂપ છે. ભાજપના મહિલા નેતાઓ કેમ ચુપ છે. સુપ્રિયાએ આક્ષેપ કર્યો કે ભાજપની સરકાર આરોપીઓ સાથે ઉભી છે.

કોંગ્રેસ પ્રવક્તા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. ભાજપના એક સીનીયર નેતા વિરુદ્ધ આરોપ છે. અમારો સવાલ છે કે આ મામલો ઉન્નાવની દિશામા આગળ વધી રહ્યો છે. શું ભાજપ સરકાર જાણીજોઈને પીડિતાને ન્યાયથી દુર રાખી રહી છે.ઉલ્લેખનીય છે કે ચિન્મયાનંદ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ લખાવનાર નારાજ વિધાર્થીનીએ બુધવારે ઈલાહાબાદ હાઈકોર્ટમા અરજી કરી હતી. જેમાં પીડિત વિધાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદની ધરપકડ નહીં કરવામા આવે તો આત્મ વિલોપનની ધમકી આપી હતી.

Share: