અમેરિકાની આ મહિલાએ સપનામાં કર્યું કંઇક આવું કામ, મોતને આપ્યું આમંત્રણ

September 19, 2019
 688
અમેરિકાની આ મહિલાએ સપનામાં કર્યું કંઇક આવું કામ, મોતને આપ્યું આમંત્રણ

ઊંઘતા સમયે મોટા ભાગના લોકોને સપના આવે છે. સપનામાં ઘણા લોકો ઊંઘમાં પણ ચાલવા લાગે છે. પરંતુ એક મહિલાએ સપનામાં એવું કંઇક કરી દીધું છે કે, જેના કારણે તેમનું જીવન ખતરામાં આવી ગયું હતું. જી હા, એક અમેરિકી મહિલાએ સપનામાં કર્યું છે કે, જેના કારણે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

વાસ્તવમાં, આ મહિલાને સપનું આવ્યું હતું કે, તે અને તેમના મંગેતર ઝડપી ગતીથી ચાલી રહેલી એક ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન ખરાબ લોકોથી અંગુઠીને બચાવવા માટે તેને ગળી લીધી છે. મહિલા માટે ખરાબ વાત એ રહી કે, તેને સપનામાં નહીં, પરંતુ વાસ્તવમાં, જ અંગુઠી ગળી લીધી છે.

ત્યાર બાદ મહિલાને હોસ્પિટલમાં જઈને સર્જરી કરાવવી પડી હતી. કેલીફોર્નીયાની રહેવાસી ૨૯ વર્ષીય જેના ઇવાન્સ જ્યારે આ ખરાબ સપના બાદ જાગી તો તેને જોયું કે, તેમની હીરાની અંગુઠી તેમની આંગળીમાં નહોતી. પરેશાન મહિલાએ આ ઘટનાના વિશેમાં બતાવવા માટે તેમને પોતાના મંગેતરને જગાડ્યા અને ત્યાર બાદ બંને હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ ઘટના છેલ્લા અઠવાડિયના અંતમાં ઘટી હતી. જયારે એક્સ-રે સ્કેન કરાવવામાં આવ્યું તો ઇવાન્સના પેટમાં ૨.૪ કેરેટની અંગુઠી હોવાની પુષ્ટિ થઈ હતી.

ઇવાન્સનું કહેવું છે કે, જ્યારે તેમનાં પેટથી અંગુઠી નીકાળાવાની પ્રક્રિયા શરૂ થઈ તો તેમનું અવસાન સંબધિત રીલીઝ ફોર્મ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઇવાન્સે જણાવ્યું હતું કે, “આ સમયે હું ઘણી રોઈ, કેમકે જો હું મરી ગઈ તો મોટી પાગલ કહેવાઈશ. મેં આ શાપિત સગાઇની અંગુઠી માટે લાંબી રાહ જોઈ છે.” સર્જરી બાદ પેટથી સફળતાપૂર્વક અંગુઠી નિકાળવામાં આવી હતી.

Share: