ગુજરાતમા એમએસએમઈ ઉદ્યોગો  માટેની સોલર પોલીસીમા સુધારા જાહેર,  સોલાર પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશની મર્યાદા દુર કરાઈ 

September 22, 2019
 1578
ગુજરાતમા એમએસએમઈ ઉદ્યોગો  માટેની સોલર પોલીસીમા સુધારા જાહેર,  સોલાર પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશની મર્યાદા દુર કરાઈ 

ગુજરાત સરકારે સૌરઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ર૦૧પમાં સોલાર પોલિસી જાહેર કરેલી છે તેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું નિર્ધારીત કર્યુ છે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સૌરઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ. ૮ જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે ૩ રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે.એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે ૩.૮૦ રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે ર.૭પ જેટલો ફાયદો થશે.

આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી – સૂર્યઊર્જા ખરીદ કરી શકશે. જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સહુલિયત ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌરઊર્જા ઉત્પાદન કરીને કલીન – ગ્રીન એનર્જી મેળવી શકશે.

જો MSME એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. ૧.૭પ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. અત્રે એ પણ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌરઊર્જા ઉત્પાદન કરનારા આવા MSME એકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલીંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે.

Share: