૧૦,૦૦૦ થી ઓછી કિંમતે રેડમી ૯ ભારતમાં લૉન્ચ, જાણો... તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન

August 28, 2020
 741
૧૦,૦૦૦ થી ઓછી કિંમતે રેડમી ૯ ભારતમાં લૉન્ચ, જાણો... તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન

ચીની મોબાઇલ કંપની શાઓમીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રેડમી ૯ લોન્ચ કર્યો છે. રેડમી ૯ ને ૪ જીબી રેમ અને ૬૪ જીબી સ્ટોરેજ અને ૪ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ એમ બે વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેની કિંમત અનુક્રમે ૮,૯૯૯ અને ૯,૯૯૯ રૂપિયા છે. સ્માર્ટફોન સ્પોર્ટી નારંગી, સ્કાય બ્લુ અને કાર્બન બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ ૩૧ ઑગસ્ટથી કંપનીની ઓફિશિયલ સાઇટ અને ઇ-કોમર્સ સાઇટ એમેઝોન ઇન્ડિયા પર શરૂ થશે. આ પહેલા રેડમી ૯ પ્રાઇમ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

રેડમી ૯ સ્પેસિફિકેશન

સ્માર્ટફોનમાં ૬.૫૩ ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન ૭૨૦x૧૬૦૦ પિક્સેલ્સ છે. સ્પીડ માટે સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલિઓ જી ૩૫ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જો જરૂર પડે તો સ્ટોરેજને એસડી કાર્ડની મદદથી ૫૧૨ જીબી સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ ૧૦ પર આધારીત MIUI ૧૨ પર કામ કરે છે.

રેડમી ૯ કેમેરા

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે. તેમાં પ્રથમ ૧૩ મેગાપિક્સલનો સેન્સર અને બીજો ૨ મેગાપિક્સલનો સેન્સર કેમેરો છે. જયારે, સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે ૫ મેગાપિક્સલનો કેમેરો આપેલ છે. પાવર માટે રેડમી ૯ સ્માર્ટફોનમાં ૫,૦૦૦ એમએએચની બેટરી આપવામાં આવી છે. જે ૧૦ વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે ૪જી VoLTE, વાઇફાઇ, જીપીએસ, બ્લૂટૂથ, 3.૫mm હેડફોન જેક અને માઇક્રો-યુએસબી પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સ્માર્ટફોનનું આખું વજન ૧૯૬ ગ્રામ છે.

Share: