વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો આ સરળ ટીપ્સ તમારા મોબાઈલને બચાવશે

September 13, 2020
 1097
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો આ સરળ ટીપ્સ તમારા મોબાઈલને બચાવશે

આજકાલ વરસાદનું વાતાવરણ છે, આવી સ્થિતિમાં જો તમે ઘરથી બહાર જાઓ અને આ દરમિયાન વરસાદ પડે તો તમારો સ્માર્ટફોન ભીનો થઈ શકે છે, આવા સમયમાં ગભરાવાની જરૂર નથી. બજારમાં ઉપલબ્ધ ઘણા સ્માર્ટફોન્સ આઈપી ૬૪ અથવા આઈપી૬૫ રેટેડ હોય છે જેના પર હળવા વરસાદની બગડવાની શક્યતા ઓછી છે. પરંતુ ટોપ પણ વરસાદમાં સ્માર્ટફોન ભીનો થઈ જાય તો કેટલીક સરળ ટીપ્સનું પાલન કરીને તેને ખરાબ થવાથી બચાવી શકો છો.

૧. જો વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો સૌથી પહેલા તેને ઓફ કરી દો.

૨. તમારા ફોનને સૂકા કપડાથી સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંખાની નીચે થોડા સમય માટે રાખો.

૩. ધ્યાનમાં રાખો કે, ફોનને જલ્દી સુકવવા માટે ક્યારેય પણ હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો. કેમકે હેર ડ્રાય ફોનના ઘટકોને પણ નુકસાન પહોંચાડે છે.

૪. જ્યારે ફોન સુકાઈ જાય તો તેને તમે ચોખાના ડબ્બામાં ૨૪ કલાક માટે રાખી ડો, ચોખા ફોનના ભેજને શોષી લેશે. પરંતુ આ દરમિયાન હંમેશા ધ્યાન રાખો કે, હેડફોન જેકમાં ચોખા ના જાય.

૫. આશા છે કે આ ટીપ્સને ફોલો કર્યા બાદ તમારો ફોન ફરીથી કામ કરવાનું શરુ કરશે.

Share: