ગંદા તળાવમા જઈ સેલ્ફી ક્લિક કરતા રહ્યા પ્રવાસી, ઇન્ટરનેટ પણ વાયરલ થઈ તસ્વીર

October 08, 2019
 1108
ગંદા તળાવમા જઈ સેલ્ફી ક્લિક કરતા રહ્યા પ્રવાસી, ઇન્ટરનેટ પણ વાયરલ થઈ તસ્વીર

આજે અમે તમને જે જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ તે ઇન્ડોનેશિયાના એક ગામની છે અહીં ૧૫ વર્ષ પહેલા જે ગંદકીથી જે બેરોજગારી હતી, જેનાથી અહીંના લોકો લડતા આવી રહ્યા છે. અહીં અંબેલ પોંગોક ગામના લોકોએ આ જગ્યએને એક પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે. આ ગામમાં એક તળાવ હતું જે ખુબ ગંદુ હતું પરંતુ આ પ્રદુષિત તળાવને લોકોને અન્ડરવોટર સેલ્ફી હોટ-સ્પોટમાં બદલી દીધું છે.

અન્ડરવોટર સેલ્ફી હોટ-સ્પોટની લોકપ્રિયતાના અંદાજો તમે આ વાતથી લગાવી શકો છે કે, આ ગામનો દરેક પરિવાર દરમહિને ૨૫૦૦૦ રૂપિયાની કમાણી કરી છે.

આ ટુરિસ્ટ ડેસ્ટિનેશનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લગભગ ૪૦ હજાર લોકો ફોલો કરે છે. ક્યારેક ગરીબી અને ગંદકીમાં જીવનાર આ ગામના ઇન્ડોનેશિયાના ૧૦ સમૃદ્ધ ગામોમાં સામેલ કરવામાં આવ્યા છે. જુનૈદી નામના એક વ્યક્તિએ આ પ્રોજેક્ટ બનાવ્યો છે.

જુનૈદી જયારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને આ ગામમાં જવાની તક મળી હતી. તેમને ગામના આ તળાવને જોયું અને તેમને તેને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની યોજના બનાવી હતી.

આ તળાવને જુનૈદીએ બીઝનેસ મોડલમાં ફેરવવાનો પ્લાન કર્યો હતો. જેને તિરતા મંદિરીનું નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, તળાવ ૨૦ મીટર લાંબુ અને ૫૦ મીટર પહોળું છે. જેનો ઉપયોગ કપડા ધોવા માટે કરવામાં આવતો હતો.

Share: