આનંદો, ૩૧મી ઓક્ટોબરથી અમદાવાદમાં રિવરફ્રન્ટથી ઉડશે સી- પ્લેન.

September 06, 2020
 66783
આનંદો, ૩૧મી ઓક્ટોબરથી અમદાવાદમાં રિવરફ્રન્ટથી ઉડશે સી- પ્લેન.

હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધરોઈ ડેમ પહોંચી જવાશે. કારણકે આગામી ૩૧ ઓક્ટોબરથી અમદાવાદના રિવરફ્રન્ટ થી સી-પ્લેન ઉડશે. સરદાર પટેલ જયંતીના દીવસે ગુજરાતને આ એક અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકીમના વડપણ હેઠળ એક બેઠક ચાલી રહી છે જેમાં એવીએ શન, સિંચાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે અને આ બેઠકમાં સી-પ્લેનની તૈયારીઓને લઈને ચર્ચા થઈ રહી છે.

૩૧ ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે અને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક પરેડમાં હાજરી આપશે અને નવનિયુક્ત નવનિયુક્ત આઇએસ અધિકારીઓને સંબોધન પણ કરશે આ દિવસે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્લેનમાં બેસી રિવરફ્રન્ટ ખાતે ઉતરશે અને તેઓ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે.

Share: