ટાટા સ્કાઈનો નવો બ્રોડબેન્ડ પ્લાન, ૩૦૦ એમબીપીએસની સ્પીડથી મળશે ૫૦૦ જીબી ડેટા

August 31, 2020
 336
ટાટા સ્કાઈનો નવો બ્રોડબેન્ડ પ્લાન, ૩૦૦ એમબીપીએસની સ્પીડથી મળશે ૫૦૦ જીબી ડેટા

ટાટા સ્કાઈ બ્રોડબેન્ડે પોતાના ગ્રાહકો માટે શાનદાર બ્રોડબેન્ડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને ૩૦૦ એમબીપીએસની સ્પીડથી ૫૦૦ જીબી ડેટા ઉપયોગ કરવા મળશે. તેમ છતાં ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને ૩ એમબીપીએસની થઈ જશે. આ પ્લાનની મહિનાની કિંમત ૧૪૭૦ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, કંપની ફિક્સ્ડ જીબી પ્લાન સાથે ડેટા રોલઓવર ઓપ્શન અને ફ્રી રાઉટરની સુવિધા પણ આપે છે. આ પ્લાન માસિક, અર્ધ-વાર્ષિક અને ઈયરલી સબ્સક્રિપ્શન મેળવી શકાય છે.

નવો પ્લાન તેમ છતાં બેંગ્લોર, ચેન્નાઈ, ગ્રેટર નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, નવી દિલ્લી, પિંપરી ચિંચવડ, પુણે અને થાને જેવા સર્કલ્સમાં ઉપલબ્ધ છે.

અન્ય પ્લાન્સ

કંપની ૫ ફિક્સ્ડ જીબી પ્લાન્સ ઓફર કરે છે, જેની કિંમત ૭૯૦ રૂપિયાથી ૧૪૭૦ રૂપિયા સુધી છે. તેના સિવાય જો તમે અનલીમીટેડ પ્લાન લેવા માંગો છો તો તમારા માટે કંપની ૯૫૦ રૂપિયાથી ૧૯૦૦ રૂપિયા સુધી પ્લાન્સ ઉપલબ્ધ કરાવી રહી છે.

Share: