એરટેલે લોન્ચ કર્યો નવો ૨૯૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન જેમાં મળશે દરરોજ આટલો ડેટા

September 23, 2019
 1390
એરટેલે લોન્ચ કર્યો નવો ૨૯૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન જેમાં મળશે દરરોજ આટલો ડેટા

એરટેલે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ૨૯૯ રૂપિયાનો એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં યુઝર્સ દરમહિને ૧૨૯ રૂપિયામાં એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન ફ્રીમાં મળી રહી છે. આટલી ઓછી કિંમતના રિચાર્જ પ્લાનમાં લાભ આપનારી એરટેલ પ્રથમ કંપની બની ગઈ છે. બીજી તરફ એરટેલે થોડા દિવસો પહેલા પોતાની ૨૪૯ રૂપિયાના પોતાના પ્રીપેડને રિવાઈઝ કર્યો હતો.

એરટેલના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૨.૫ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે, જે ૨૮ દિવસની વેલીડીટી સાથે આવે છે. પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં કંપની એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ, નોર્ટન મોબાઈલ સિક્યોરીટી સાથે વિંક મ્યુઝીક, એક વર્ષ માટે એરટેલે પ્રીમીયમ ટીવી સબ્સક્રિપ્શન અને નવા ૪જી ડીવાઈસ ખરીદવા પર ૨૦૦૦ રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

એરટેલનો રૂપિયા ૨૪૯ પ્રીપેડ પ્લાન પણ ૨૮ દિવસની વેલીડીટી સાથે આવે છે. પ્લાનમાં યુઝર્સને દરરોજ ૨ જીબી ડેટાની સાથે અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ પ્રી એસએમએસ આપવામાં આવી રહ્યા છે. થોડા મહીને પહેલા આ યોજના ખુબ પ્રખ્યાત થઈ ગઈ હતી જ્યારે કંપનીએ તેની સાથે ૪ લાખનો જીવન વીમો આપવાનો શરુ કર્યું છે.

Share: