ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રિયા ચક્રવર્તીને આપ્યું આ નામ

August 31, 2020
 571
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રિયા ચક્રવર્તીને આપ્યું આ નામ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી શરુઆતથી જ આક્રમક વલણ અપનાવી રહ્યા છે અને ખુલ્લેઆમ ટિપ્પણી કરી રહ્યા છે. આજે પણ સુબ્રમણ્યમ સ્વામી પોતાના નિવેદનોથી નીદાત્મ્ક ટીપ્પણી કરે છે. તાજેતરમાં તેમને સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને લઈને ટ્વીટ કરી અને તેને વિષકન્યા કહી છે.

તમને જણાવી દઈએ કે, આજે રિયાથી સીબીઆઈ ચોથી વખત પૂછપરછ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, રિયા ખુલીને સીબીઆઈના સવાલોના જવાબ આપી રહી નથી અને અધિકારીઓથી ટકરાર પણ કરી ચુકી છે. આ બાબત પર સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરી છે.

તેમને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, “વિષકન્યા રિયાથી પૂછપરછ કરી અમે સુશાંતને ડ્રગ આપવા અને તેમના મર્ડર મિસ્ટ્રી ઉકેલી શકીશું. તેને કસ્ટડીમાં રાખી પૂછપરછ કરવી જરૂરી છે. તેનો અર્થ છે કે તેની ખૂબ જ જલ્દી ધરપકડ પણ કરવામાં આવી શકે છે. નશીલે પદાર્થોના નેટવર્કની પોલ ખોલવી રાષ્ટ્રહિતમાં આ ખૂબ જ જરૂરી છે.”

આ અગાઉ પણ સુબ્રમણ્યમ સ્વામી સુશાંત કેસમાં ઘણા લોકો પર ગંભીર આરોપ લગાવી ચુક્યા છે. થોડા દિવસો પહેલા પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, સુશાંતના શબપરીક્ષણમાં જાણી જોઇને વિલંબ કરવામાં આવ્યો છે જેથી તેમના પેટમાં ઝેર ઓગળી શકે.

Share: