પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની નિધન, બ્રેઈન સર્જરી બાદ હતા કોમામા

August 31, 2020
 1522
પૂર્વ રાષ્ટ્રપતિ  પ્રણવ મુખર્જીની નિધન, બ્રેઈન સર્જરી બાદ હતા કોમામા

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે અવસાન થયું છે. પ્રણવ મુખર્જી છેલ્લા ૧૫ દિવસથી કોમામા હતા. તેમજ તેમની બ્રેઇન સર્જરી બાદ તે કોરોના પોઝીટીવ પણ માલુમ પડ્યા હતા. તે ૮૪ વર્ષના હતા. તેમના નિધન બાદ તમામ રાજકારણીઓને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

હોસ્પિટલમા ભરતી થયેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત વધુ બગડી હતી . તેમને ફેંફસાનું ઇન્ફેકશન લાગ્યું છે અને સેપ્ટિક શોકની સ્થિતિમા હતા. સેનાના રીસર્ચ અને રેફરલ હોસ્પિટલમા સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિનું હેલ્થ બુલેટીન જાહેર કરવામા આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ૧૦ ઓગસ્ટના રોજ હોસ્પિટલમા ભરતી કરવામા આવ્યા હતા તેમને મગજની સર્જરી કરવામાં આવી હતી તેમને કોવિડ-૧૯ની તપાસ કરવા તેમને સંક્રમણની પૃષ્ટિ થઈ હતી.સેનાના રીસર્ચ અને રેફરલ હોસ્પીટલે પોતાના નિવેદનમા કહ્યું છે કે ગત દિવસોમા પ્રણવ મુખર્જીના આરોગ્ય લથડતી જોવા મળી હતી. તેમને ફેંફસાનું ઇન્ફેકશન જોવા મળ્યું હતું. તેમજ તેમને સેપ્ટિક શોક છે. ડોકટરોની એક સ્પેશયલ ટીમ તેમની સારવારમા લાગી છે. તે હાલ પણ કોમામાં છે અને તેમને વેન્તીલેટર સપોર્ટમા મુકવામા આવ્યા હતા.

Share: