બીએસએનએલે લોન્ચ કર્યો અનલીમીટેડ કોલિંગ વાળો પ્લાન, તેમાં મળી રહ્યા છે આ ફાયદા

October 02, 2020
 1133
બીએસએનએલે લોન્ચ કર્યો અનલીમીટેડ કોલિંગ વાળો પ્લાન, તેમાં મળી રહ્યા છે આ ફાયદા

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પોતાના ગ્રાહકો માટે નવો અનલીમીટેડ કોલિંગ વાળો પીવી-૧૪૯૯ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ૨૪ જીબી ડેટાનો ઉપયોગ પણ કરવો પડશે. કંપનીનું કહેવું છે કે, તે યુઝર્સને આ પ્લાનમાં વધારાની સમયમર્યાદા આપવામાં આવશે, જે આ પ્લાનને ૯૦ દિવસની અંદર રિચાર્જ કરાવશે.

બીએસએનએલનો આ પ્લાન ૧૪૯૯ રૂપિયા છે જેમાં કોઈ પણ નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી છે. તેમ છતાં કંપની કોલિંગ માટે દરરોજ ૨૫૦ એફ્યુપી મિનીટ્સ આપશે. આ પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની છે. જો યુઝર્સ ૯૦ દિવસની અંદર આ પ્લાનનું રિચાર્જ કરાવે છે તો તેમને ૩૬૫ ની જગ્યાએ ૩૯૫ દિવસની વેલીડીટી મળશે. આ પ્લાન ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ થી યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.

ગ્રાહક આ નવા રિચાર્જ પ્લાનને કંપનીની આધિકારિક સાઈટ પર જઈને એક્ટીવેટ કરી શકે છે તેના સિવાય તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ૧૨૩ નંબર પર PLAN BSNL 1499 લખીને એસએમએસ પણ મોકલી શકે છે.

Share: