વિશ્વનો પ્રથમ અંડર-ડિસ્પ્લે કેમેરા ફોન ઝેડટીઇ એક્સઓન ૨૦ ૫જી લોન્ચ, જાણો... કિંમત અને સ્પેસિફિકેશન

September 02, 2020
 743
વિશ્વનો પ્રથમ અંડર-ડિસ્પ્લે કેમેરા ફોન ઝેડટીઇ એક્સઓન ૨૦ ૫જી લોન્ચ,  જાણો... કિંમત અને સ્પેસિફિકેશન

ચીની સ્માર્ટફોન ઉત્પાદક ઝેડટીઇએ ચીનમાં વિશ્વનો પહેલો અંડર ડિસ્પ્લે કેમેરા ફોન એક્સઓન ૨૦ ૫જી લોન્ચ કર્યો છે. ફોનમાં ટ્રુ ફુલ સ્ક્રીન તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોન ૩ રેમ અને ચાર કલર ઓપ્શનમાં આવે છે. આ સિવાય ફોનના પાછળના ભાગમાં ચાર કેમેરા ગોઠવાયા છે. ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

કિંમત અને ઓફર

એક્સઓન ૨૦ ૫જી ના ૬ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ વેરિએન્ટ ની કિંમત આશરે ૨,૧૯૮ યુઆન આશરે ૨૩,૫૦૦ રૂપિયામાં રજૂ કરવામાં આવ્યા છે. સમાન એક્સઓન ૨૦ ૫જી ની ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ૨,૪૯૮ યુઆન માટે આશરે ૨૬,૭૦૦ રૂપિયામાં આવશે, જ્યારે તેના ૮ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત આશરે ૩૦,૦૦૦ રૂપિયા હશે. ફોનમાં ચાર કલર ઓપ્શન બ્લૂ, બ્લેક, ઓરેન્જ અને પર્પલ ઓપ્શનમાં આવશે. ફોનને ઝેડટીઇ મોલ પર સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

સ્પેસિફિકેશન

ઝેડટીઇ એક્સઓન ૨૦ ૫જી સ્માર્ટફોનમાં ૬.૯૨-ઇંચનું ફુલ એચડી પ્લસ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન ૧,૦૮૦x૨,૪૬૦ પિક્સેલ્સ હશે. ફોનના ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો ૨૦.૫: ૯ હશે, જ્યારે રિફ્રેશ રેટ ૯૦ હર્ટ્ઝ છે અને ટચ સેમ્પલિંગ રેટ ૨૪૦ હર્ટ્ઝ હશે. ફોનનું ડિસ્પ્લે ૧૦ બિટ્સ કલર અને ૧૦૦ ટકા ડીસીઆઈ-પી ૩ કલર ગમટને સપોર્ટ કરશે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન ૭૬૫ એસઓસી દ્વારા સપોર્ટ કરવામાં આવશે. ફોનમાં ૮ જીબી રેમ ૨૫૬ જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. જયારે માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને ૨ TB સુધી વધારી શકાય છે.

કેમેરો અને બેટરી

કેમેરાની વાત કરીએ તો ઝેડટીઇ એક્સઓન ૨૦ ૫જી સ્માર્ટફોનના પાછળના ભાગમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે અને એક જ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના રીઅરનો પ્રાઇમરી કેમેરો ૬૪ MP આપવામાં આવ્યો છે. જયારે સકેન્ડરી કેમેરો ૮ એમપીનો હશે, જ્યારે બીજો ૨ એમપી કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય બીજો ૨ એમપી કેમેરો મળશે. ઝેડટીઇ એક્સઓન ૨૦ ૫જી સ્માર્ટફોન ૩૨ એમપીનો સેલ્ફી કેમેરા સાથે આવશે. ફોનમાં કનેક્ટિવિટી માટે, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, ૪ જી, જીપીએસ, એનએફસી, એક યુએસબી ટાઇમ સી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવશે. આ ફોન ૫જી ટેક્નોલોજીને સપોર્ટ કરશે. ઝેડટીઇ એક્સઓન ૨૦ ૫જી સ્માર્ટફોનમાં ૪,૨૨૦ એમએએચની બેટરી મળશે, જેમાં ૩૦ વૉલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. જો તમે ફોનના ડાયમેન્શન વિશે વાત કરીએ, તો તે ૧૭૨.૧x૭૭.૯x૭.૯ મીમી છે અને ફોનનું વજન ૧૯૮ ગ્રામ હશે.

ફોનમાં અમેઝિંગ ફિચર્સ મળશે

ઝેડટીઇ કંપની અનુસાર, તેમનો શ્રેષ્ઠ પ્રયાસ છે કે વપરાશકર્તાને ઝેડટીઇ એક્સવન ૨૦ થી અમેઝિંગ એક્સપિરિયન્સ કરવામાં આવે. કંપનીના જણાવ્યા અનુસાર આ નવા ફોનમાં યુઝર્સને નવીન તકનીક આપવામાં આવી રહી છે. ઝેડટીઇ, સ્માર્ટફોન ડિસ્પ્લેની બાબતમાં ઘણી આશ્ચર્યજનક તકનીકીઓ પ્રદાન કરશે. પહેલીવાર કંપની ફોનમાં પ્રેસર સેન્સિટિવ ડિસ્પ્લે આપશે. આની મદદથી, સ્માર્ટફોન સરળતાથી તૂટી જશે નહીં કે બગડશે નહીં. જયારે કંપની ખાસ ૩ ડી ડિસ્પ્લે ઓફર કરી રહી છે, જેમાં ૩ ડી વીડિયો જોવા માટે કોઈ ચશ્માની જરૂર પડશે નહીં. તે પ્રથમ ફોલ્ડેબલ ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન હશે.

Share: