૧ વર્ષ પહેલા ચોરાઈ ગયું હતું બાઈક પરંતુ ઘર પર આવી ચુક્યું છે ત્રણ વખત ચલણ

September 24, 2019
 795
૧ વર્ષ પહેલા ચોરાઈ ગયું હતું બાઈક પરંતુ ઘર પર આવી ચુક્યું છે ત્રણ વખત ચલણ

દુનિયાભરમાં આ દિવસોમાં ચલણનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. તમે કોઇપણને જોવો તો તમને તેના વિશેમાં વાત કરતા જરૂર જોવા મળી જશે. પરંતુ શું તમે એવી કોઈ બાબતના વિશેમાં સાંભળ્યું છે કે, ચલણ ચોરોનું કપાઈ રહ્યું છે અને તેનો દંડ માલિકને ભરવો પડશે. આશ્ચર્યચકિત થશો નહી, અમે આજે તમને આ બાબતના વિષે બતાવવા જઈ રહ્યા છીએ.

વાસ્તવમાં, આગરાના થાના કાગારૌલના દીગરૌતા નિવાસી ઉમ્મેદ સિંહની એક વર્ષ પહેલા બાઈક ચોરાઈ ગઈ, પરંતુ ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિના બાઇક ચલાવવાના ત્રણ ચલણો કાપી નાખ્યા હતા. જયારે ચલણ ઉમ્મેદના ઘરે પહોંચ્યું ત્યારે તેને એસએસપીને જણાવ્યું હતું કે, તેમનું બાઈક એક વર્ષ પહેલા ચોરી થઈ ગયું હતું. તેની સાથે તેમને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમની બાઈકનું એક ચલણ ૧૭ ઓક્ટોબર સેંટ જોંસ ક્રોસરોડ્સ, બીજી ચલણ ૧૪ જુનના ભાગવાન ટાંકી પાસે અને ત્રીજા ચલણનો તેમના પર મેસેજ આવ્યો છે.

ઉમ્મેદ વ્યવસાયથી ખેડૂત છે. તેમને પોતાના પુત્ર બ્લદેવનું પેસન પ્રો બાઈક લઈને આપી છે, જેનાથી તે કોચિંગ જતો હતો. જયારે ૭ ઓગસ્ટના જ્યારે બ્લદેવ શાસ્ત્રીપૂરમમાં આવેક એક કોલોનીમાં કોઈ કામથી આવ્યો હતો, ત્યારે ત્યાંથી તેમનું બાઈક ચોરાઈ ગયું હતું. ત્યાર બાદ ઉમ્મેદે સિકંદરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જ્યારે હવે એસએસપીએ સિકંદરા પોલીસ સ્ટેશનને તપાસના આદેશ આપી દીધા છે. પરંતુ આ બાબત દરેકને હેરાન કરી રહી છે.

Share: