ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝીટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

September 02, 2020
 967
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝીટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સીએમ પ્રમોદ સાવંતે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે કે, તે કોરોના પોઝીટીવ આવ્યા છે.

પ્રમોદ સાવંતે બુધવારે ટ્વીટ કરી જણાવ્યું છે કે, તેમનામાં સંક્રમણના લક્ષણ નથી અને તે હોમ કોરેન્ટાઈન થઈ ગયા છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી કહ્યું છે કે, “હું જાણ કરવા માંગુ છુ કે, મેં કોરોના વાયરસના ચેપની પુષ્ટિ કરી છે. ચેપના કોઈ લક્ષણ નથી, એટલા માટે મેં ઘરમાં કોરેન્ટાઈન થવાનું પસંદ કર્યું છે. હું ઘરથી મારું કામ ચાલુ રાખીશ. જે પણ મારી નજીકના સંપર્કમાં આવ્યા છે, તે જરૂરી સાવચેતી રાખે.

Share: