એરટેલની ખાસ ઓફર, અંકલ ચિપ્સ, કુરકુરે અને લેયઝ ખરીદવા પર મળશે ૨ જીબી

September 03, 2020
 592
એરટેલની ખાસ ઓફર, અંકલ ચિપ્સ, કુરકુરે અને લેયઝ ખરીદવા પર મળશે ૨ જીબી

જો તમે પણ આ દિવસોમાં પોતાના સ્માર્ટફોન પર વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર ખાસકરીને તમારા માટે જ છે. એરટેલ તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે જેના હેઠળ કુરકુરે, લેયઝ, ડોરીટોઝ અને અંકલ ચિપ્સને ખરીદવા પર ગ્રાહકોને ૨ જીબી સુધીનો ડેટા ફ્રીમાં આપવામાં આવશે. આ ઓફર એરટેલ અને પેપ્સીકો ઇન્ડિયાની ભાગીદારી હેઠળ લાવવામાં આવ્યો છે.

આ સ્નેક્સ કંપનીઓના ૧૦ રૂપિયાના પેકેટ પર ગ્રાહકોને ૧ જીબી ડેટા જ્યારે ૨૦ રૂપિયાના પેક પર ૨ જીબી ડેટા મળશે. ધ્યાનમાં રહે કે, આ ઓફરનો ફાયદો એક મોબાઈલ નંબર પર માત્ર ત્રણ વખત ઉઠાવવામાં આવી શકે છે. તેના સિવાય આ ઓફર ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ માટે જ લાવવામાં આવ્યો છે. ફ્રી ડેટાનો ઉપયોગ કરવા માટે યુઝર્સને પેકેટ્સ પર આપવામાં આવેલ વાઉચર કોડને એરટેલ થેંક્સ એપ ‘My Coupons’ માં ભરવું પડશે.

Share: