ગુજરાતમાં કોરોનાના નવા ૧૩૦૫ કેસ, ૧૨ લોકોના મોત

September 13, 2020
 101185
ગુજરાતમાં કોરોનાના નવા ૧૩૦૫ કેસ, ૧૨ લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ચેપથી વધુ ૧૨ લોકોના મૃત્યુ થઈ ગયા છે, આ સાથે, અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા ૩૦૪૮ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં બુધવારે કોરોના વાયરસના ૧૩૦૫ નવા કેસ નોંધાયા છે, જેનાથી સંક્રમિતની કુલ સંખ્યા ૯૯૦૫૦ પર પહોંચી ગઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪૧ લોકોની રિકવરી સાથે, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનારા લોકોની સંખ્યા વધીને ૮૦૦૫૪ થઈ ગઈ છે. આજે સુરતમાં સૌથી વધુ છ, અમદાવાદમાં ત્રણ, ગાંધીનગરમાં બે અને વડોદરામાં એકનું મોત નીપજ્યું છે.

આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે તેમાંથી અમદાવાદ ૮૬, વડોદરા ૯૭, રાજકોટ ૭૨, જામનગર ૧૧૨, દેવભૂમિ દ્વારકા ૫૫, અમરેલી ૩૯ અને ૩૩૨ સુરતના છે.

સક્રિય કેસ આજે વધીને ૧૫૯૪૮ થઈ ગયા છે, જેમાંથી ૯૪ લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધી કુલ લગભગ ૨૫ લાખ લોકોની તપાસ કરવામાં આવી છે, જ્યારે લગભગ સાડા પાંચ લાખ લોકો કોરેન્ટાઈનમાં છે.

Share: