મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો, નોટબંધીથી કોને થયો ફાયદો

September 03, 2020
 1097
મોદી સરકાર પર રાહુલ ગાંધીનો હુમલો, નોટબંધીથી કોને થયો ફાયદો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અર્થવ્યવસ્થાના મોર્ચા પર મોદી સરકાર પર સતત આકરા પ્રહાર કરી રહ્યા છે. ગુરુવારે રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર પોતાનો વિડીયો શ્રેણીનો બીજો ભાગ જાહેર કર્યો છે. આ વિડીયોમાં રાહુલ ગાંધીએ નોટબંધીના મુદ્દા પર સરકારને ઘેરી છે અને તેને ગરીબો વિરુદ્ધ લેવામાં આવેલ નિર્ણય બતાવ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, નોટબંધી ભારતના ગરીબ-ખેડૂત મજૂરો પર હુમલો હતો. આઠ નવેમ્બરની રાત્રે આઠ વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ ની નોટો બંધ કરી હતી, ત્યાર બાદ સંપૂર્ણ દેશ બેંક સામે જઈને ઉભો હતો. તેમને પૂછ્યું છે કે, શું તેનાથી કાળું નાણું ઘટ્યું? શું લોકોને તેનાથી ફાયદો થયો? બંનેના જવાબ જ નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, નોટબંધીથી માત્ર અમીરોને ફાયદો થયો છે.

રાહુલ ગાંધીએ વિડીયો શેર કરતા ટ્વીટ કરીને કહ્યું છે કે, “મોદી જી નું ‘કેશ-મુક્ત’ ભારત વાસ્તવમાં ‘મજૂર-ખેડૂત-નાના ઉદ્યોગપતિ’ મુક્ત ભારત છે.” જે પાસુ ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ ફેંકવામાં આવ્યું હતું, તેનું ભયાનક પરિણામ ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ ના સામે આવ્યું હતું. જીડીપીમાં ઘટાડા ઉપરાંત, નોટબંધીથી દેશની અસસંગઠિત અર્થવ્યવસ્થાને કેવી રીતે તોડી હતી. તે જાણવા માટે મારો વિડીયો જુઓ.

વિડીયોમાં રાહુલ ગાંધી કહ્યું છે ‘પ્રધાનમંત્રીએ ૫૦૦-૧૦૦૦ ની નોટો રદ કરી. સંપૂર્ણ ભારત બેંકની સામે જઈને ઉભો રહી ગયો હતો. તમે તમારા પૈસા તમારી બેંકની અંદર મૂકી દીધા છે. પ્રથમ પ્રશ્ન કાળું નાણું ઘટ્યું? જવાબ નહીં. બીજો સવાલ હિન્દુસ્તાનની ગરીબ જનતાને નોટબંધીથી શું ફાયદો થયો? જવાબ કંઈપણ નહીં.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, “૨૦૧૬-૧૮ ની વચ્ચે, ૫૦ લાખ લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. તો ફાયદો કોને મળ્યો? ભારતના સૌથી મોટા અબજોપતિઓને ફાયદો થયો. કેવી રીતે? તમારા જે પૈસા હતા, તમારા ખિસ્સામાંથી, તમારા ઘરમાંથી નીકળી તેનો પ્રયોગ સરકારે આ લોકોની લોન માફ કરવામાં કર્યો હતો. ૫૦ મોટા ઉદ્યોગપતિઓનું ૬૮,૬૦૭ કરોડનું દેવું માફ કરાયું હતું. ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારોનો એક પણ રૂપિયો પણ માફ કરવામાં આવ્યો નહોતો.

Share: