જિયોના આ પ્લાનમાં મળી રહ્યો છે ૧૧૨ જીબી ડેટા

October 11, 2020
 960
જિયોના આ પ્લાનમાં મળી રહ્યો છે ૧૧૨ જીબી ડેટા

રિલાયન્સ જિયોની પાસે એવા ઘણા રિચાર્જ પ્લાન્સ વર્તમાન છે જેમાં ૨ જીબી ડેટા દરરોજ ઓફર કરવામાં આવી રહ્યો છે. આજે અમે તમને જિયોના ૪૪૪ રૂપિયા વાળા પ્લાન વિશેમાં બતાવીશું જેમાં યુઝર્સને વેલીડીટી સાથે ડેટા પણ મળી રહ્યો છે. ૪૪૪ રૂપિયા વાળા જિયો પ્રીપેડ પ્લાનની વેલીડીટી ૫૬ દિવસની છે. આ પેકમાં દરરોજ ૨ જીબી ડેટા મળે છે, એટલે ગ્રાહકને કુલ ૧૧૨ જીબી ડેટા તેમાં ઓફર કરવામાં આવે છે. વાત કરીએ વોઈસ કોલિંગની તો જિયોથી જિયો નેટવર્ક પર અનલીમીટેડ અને જિયોથી અન્ય નેટવર્ક પર કોલિંગ માટે ૨૦૦૦ મિનટ્સ ઓફર કરવામાં આવે છે.

આ પેકમાં દરરોજ ૧૦૦ એસએમએસ ફ્રી મોકલી શકાય છે. તેના સિવાય જિયો એપ્સની સબ્સક્રિપ્શન પણ આ રિચાર્જ પેકમાં ફ્રી ઓફર કરવામાં આવી રહ્યું છે. ધ્યાનમાં રહે કે, દરરોજ મળનાર ડેટાની લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને ૬૪ કેબીપીએસની થઈ જશે. તેના સિવાય વાત કરીએ ૨૪૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનની કરીએ તો તેની વેલીડીટી ૨૮ દિવસની છે. આ પ્લાનમાં ૨ જીબી ડેટા મુજબ કુલ ૫૬ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે.

Share: