ઘરમાં રહેલી એક જૂની પેઈન્ટીંગે આ મહિલા બનાવી મિનિટોમાં કરોડપતિ

September 26, 2019
 743
ઘરમાં રહેલી એક જૂની પેઈન્ટીંગે આ મહિલા બનાવી મિનિટોમાં કરોડપતિ

તમારા ઘરમા એવી ઘણી વસ્તુઓ હશે, જે વર્ષોથી એક જ જગ્યા પર હશે અને કદાચ હોઈ શકે છે કે, આ વસ્તુઓ વિશિષ્ટ હોઈ શકે છે. એવું અમે નહી પરંતુ એક પેઈન્ટીંગ સામે આવ્યા બાદ લોકોને લાગવા લાગ્યું છે. આવો તમને આ સંપૂર્ણ બાબત વિષે જણાવીએ, જેને એક ઝટકામાં મહિલાને કરોડપતિ બનાવી દીધી છે.

વાસ્તવમાં, ફ્રાંસના કોમ્પેનીયન શહેરમાં ફિલોમેન વોલ્ફ નામની એક મહિલા રહે છે. જેની રસોઈમાં ગેસના ચુલા ઉપર એક પેઈન્ટીંગ લાગેલી હતી. ફિલોમેનના મુજબ, તેમના પરિવારે ધાર્મિક પ્રતિક તરીકે અહીં તેને રાખી હતી. તે આ પેઈન્ટીંગને એક સાધારણ પેઈન્ટીંગ સમજતી હતી. આ પેઇન્ટિંગના વેચાણ પહેલાં, ન તો ફિલોમેન અથવા પરિવારને આ વાતનો અંદાજો નહોતો કે, તેનું મુલ્ય કરોડોનું હોઈ શકે છે.

જયારે ફિલોમેન પોતાના ઘરનું વેચાણ કરી રહી હતી ત્યારે તેમને આ પેઈન્ટીંગની કિંમત અને મહત્વના વિષેના જાણ થઈ હતી. મીડિયા રિપોર્ટસ મુજબ, જ્યારે આ વર્ષે જુનમાં તેમને પોતાનું આ ઘર વેંચવાનું વિચાર્યું ત્યારે તેમને તેની જાણ થઈ હતી. વાસ્તવમાં, આ ઘર વર્ષ ૧૯૬૦ માં બન્યું હતું. એવામાં ઘરમાં રાખેલ સામાની કિંમત લગાવવા માટે હરાજી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે, આ પેઈન્ટીંગ ૧૩ મોઈ સદીની છે. તેની કિંમત ૩૧ કરોડથી ૪૬ કરોડ રૂપિયાની વચ્ચે બતાવવામાં આવી રહી છે. આ પેઈન્ટીંગની લંબાઈ ૨૬ સેન્ટીમીટર અને પહોળાઈ ૨૦ સેન્ટીમીટર છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ વર્ષ ૧૨૮૦ માં બનાવેલ પેઈન્ટીંગ હતી, જેને ઇટલીના પ્રખ્યાત ચિત્રકાર ચિમાબ્યુનું કામ કહેવામાં આવે છે.

Share: