મજૂરોને લઈને ઓડીશાથી ગુજરાત આવી રહેલી બસ રાયપુરમાં ટ્રકથી ટકરાઈ, સાત લોકોના મોત

September 05, 2020
 100994
મજૂરોને લઈને ઓડીશાથી ગુજરાત આવી રહેલી બસ રાયપુરમાં ટ્રકથી ટકરાઈ, સાત લોકોના મોત

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઓડિશાથી ગુજરાત લઈ જતી રહેલી બસ અને ટ્રક ટકરાઈ ગઈ હતી. જેમાં ૭ મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ૫૦ મજૂરો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમાં ૧૦ ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સૂચના મળવા પર પહોંચેલી પોલીસે ગ્રામજનોની મદદથી ઘાયલોને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

રાયપુરના સીએસપી લાલચંદ મોહલેએ જણાવ્યું છે કે, ટક્કર એટલી ગંભીર હતી કે, અડધી બસ ચીરાઈ ગઈ હતી. બસમાં ૫૦ થી વધુ લોકો સવાર હતા. બધા લોકો ઓડીશાના ગુંજામથી પાછા સુરત જઈ રહ્યા ટ્રક રોન્ગ સાઈડથી આવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. તેમ છતાં ટ્રક ડ્રાઈવર ફરાર છે. જો કે, ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે.

લાલચંદ મોહલેએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે ૩ થી ૪ વાગ્યા દરમિયાન બની છે. કેસમાં ટ્રક ચાલક અને માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

Share: