રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો દરરોજ ૩ જીબી ડેટા આપવામાં આવનાર પ્લાન

September 07, 2020
 624
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો દરરોજ ૩ જીબી ડેટા આપવામાં આવનાર પ્લાન

રિલાયન્સ જિયોએ ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખાણ અને પોતાના યુઝર્સમાં એક અતૂટ વિશ્વાસ બનાવી લીધો છે. કંપની આ સમયે ઘણા પ્લાન્સ ઓફર કરી રહી છે જેથી યુઝર્સ પોતાની જરૂરતના આધારે રિચાર્જ કરાવી શકશે. આજે અમે તમને રિલાયન્સ જિયોનો દરરોજ ૩ જીબી ડેટા વાળા પ્લાન વિશે બતાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાન વર્ક ફ્રોમ હોમ કરી રહેલા યુઝર્સને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે.

રિલાયન્સ જિયોના ૩૪૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ૨૮ દિવસની વેલીડીટી મળે છે. એટલે આ દરમિયાન તમે કુલ ૮૪ જીબી ડેટાનો લાભ ઉઠાવી શકો છો. જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો તમારા માટે આ એક બેસ્ટ પ્લાન હોઈ શકે છે.

આ પ્લાનમાં જિયોથી જિયો નેટવર્ક પર ફ્રી કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે ૧૦૦૦ મિનીટ્સ મળશે. તેના સિવાય અન્ય બેનીફીટ્સ તરીકે ૧૦૦ એસએમએસની સુવિધા મળે છે. એટલું જ નહીં કંપનીના આ પ્લાનમાં તમને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે.

Share: