ફેસબુક વૉચથી દર મહિને જોડાઇ રહ્યા છે ૧.૨૫ મિલિયન યુઝર્સ

September 07, 2020
 734
ફેસબુક વૉચથી દર મહિને જોડાઇ રહ્યા છે ૧.૨૫ મિલિયન યુઝર્સ

દુનિયાભરમાં લોકપ્રિય સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુકે કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે સતત સફળતા પ્રાપ્ત કરી રહી છે. માહિતી શેર કરતા ફેસબુકે કહ્યું છે કે દર મહિને ૧.૨૫ મિલિયન મુલાકાતીઓ ફેસબુક વૉચ પર આવી રહ્યા છે. કંપનીએ ફેસબુક વૉટચને વર્ષ ૨૦૧૮ માં રજૂ કર્યું હતું. કંપનીએ કહ્યું કે ૭૨૦ મિલિયન લોકો એક મિનિટ સુધી વીડિયો સતત જોતા રહે છે.

પ્રોડક્ટ લીડર પરેશ રાજવતે જણાવ્યું હતું કે ફેસબુક વૉચને ફેસબુકના સોશ્યલ લેયર પર બનાવવામાં આવ્યું છે, જ્યારે ફેસબુકના ઘણા ઉત્પાદનોમાં વીડિયો શેર કર્યા પછી વૉચ પર જ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકપ્રિય સર્જકો અને પ્રકાશકોની વિડિયો મિત્રો અને પરિવાર સાથે વાતચીતના મુખ્ય ફેસબુક અનુભવથી અલગ રાખે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કંપનીએ મેસેંજર રૂમ્સ રજૂ કર્યું હતું. તેની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ ફેસબુક પર ન હોય તેવા વપરાશકર્તાઓ દ્વારા પણ થઈ શકે છે. આ સિવાય આમાં કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી કે એક ચેટ રૂમ કેટલો સમય ખુલ્લો રહેશે, મેસેંજર રૂમમાં હોસ્ટિંગ કરનાર વપરાશકર્તા પાસે બધા નિયંત્રણો હશે, જે રૂમને જરૂરિયાત મુજબ લોક અને અનલોક કરી શકશે. ઉપરાંત, તે નક્કી કરશે કે તેની સાથે કોણ જોડાશે અને કોણ નહીં જોડાશે. એટલું જ નહીં, તેની પાસે કોઈને પણ દૂર કરવાનો વિકલ્પ હશે. એટલે કે, વોટ્સએપ ગ્રુપની જેમ અહીં પણ રૂમ બનાવનારા હોસ્ટનો વપરાશકારો ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહેશે. જણાવી દઈએ કે તેના પર કૉલ શરૂ કરવા માટે રૂમ બનાવવું જરૂરી છે

Share: